Book Title: Nana Chitta Prakarana Author(s): Haribhadrasuri, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ - अहिंसोपनिषद् + धर्म एव कनकम् - धर्मकनकम्, विषापहारसारत्वादिगुणगणसाधर्म्यात्, तस्मिन् कषपट्टम् - निकषपाषाणम्, धर्मपरीक्षाविधौ प्रमाणभूतत्वात्, तमेव विशेषयति-जगजीवबान्धवम्- विश्वविश्वात्मनां हितकृतम्, कमित्याह- जिनम् - रागाद्यान्तरारातिविजेतारम्, नत्वा-अभिवन्द्य, एतावता मङ्गलमुदितम्, धर्मप्रधानमतीनां धर्ममतीनाम्, चरमावर्तादियोगेन भावमलक्षयप्रयुक्तकुशलचित्तसम्पन्नानामित्यर्थः, एतावताऽस्याधिकारी प्रोक्तः, नन्वतेनैव भावमलक्षयो भविष्यतीतीतरेऽप्यधिकारिण भवन्त्विति चेत् ? न, प्रकरणस्य भावमलक्षयहेतुकत्वेऽपि चरमावर्त्तादि अथ अहिंसोपनिषद्-वृत्तिविभूषितम् नानाचित्तप्रकरणम् नत्वा नम्यं श्रमणभगवच्छ्रीमहावीरदेवं, स्मृत्वा सम्यक् शुभगुरुवरं हेमचन्द्राख्यसूरिम् । नानाचित्तप्रकरण इह प्रारभे पारमर्षे, व्याख्यां व्यक्तां वितरितहितां स्वान्यमाङ्गल्यहेतोः।। (મન્તાક્રાન્તા) इह हि परमकारुणिकः प्रकरणकारो नानाचित्तकदर्थनानिचितचित्तसन्तापं लोकमवलोक्य तमुद्धर्तुमीप्सुरुपदेशमभिदधन्नादौ मङ्गलादि व्याचष्टे - नमिऊण जिणं जयजीवबंधवं धम्मकणयकसवर्ट। वुच्छ धम्ममईणं धम्मविसेसं समासेणं ॥१॥ નમસ્કરણીય એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને, શ્રેષ્ઠ સદ્ગુરુ એવા શ્રી હેમચન્દ્રસૂરિનું સમ્યફ સ્મરણ કરીને, પરમર્ષિપ્રણીત એવા આ નાનાચિતપ્રકરણમાં સ્વ-પરના કલ્યાણાર્થે હિતકારિણી એવી વ્યક્ત અર્થોવાળી વ્યાખ્યાનો પ્રારંભ કરું છું. પ્રસ્તુત પ્રકરણના કત પરમ કરુણા ધરાવતા હતાં. તેમણે જોયું કે વિશ્વમાં અનેક પ્રકારની ચિત્તવૃત્તિ છે - જાત-જાતની માન્યતાઓ છે. તેનાથી વિવિધ કદર્થનાઓનો ઉદ્ભવ થાય છે અને કદર્થનાઓથી અત્યંત ગાઢ એવો ચિતસંતાપ થાય છે. એવા પિતસંતાપથી દુ:ખી લોકને જોઈ તેમનું હૃદય પીગળી ગયું અને તેનો ઉદ્ધાર કરવા માટે તેમણે ઉપદેશનો પ્રારંભ કર્યો. તેમાં શરૂઆતમાં જ મંગલ વગેરે. કહે છે – ધર્મકનક માટે કષપટ્ટ, જગતના જીવોના બાંધવ એવા જિનને નમસ્કાર કરીને ધર્મમતિઓને સંક્ષેપથી ધર્મવિશષ કહીશ.(૧) ૬. 7--ઘ-વૈ- TI ૨. - કુOT$ ! રૂ. ૩--વૈ- વીરું ઘર્મ એ જ કનક-સુવર્ણ = ઘર્મકનક. સુવર્ણમાં આઠ ગુણો હોય છે, જેમ કે વિષનો અપહાર કરવો, સારભૂત હોવું ઈત્યાદિ. આ ગુણો ધર્મમાં પણ છે. કારણ કે ધર્મ દ્રવ્ય-ભાવ બંને વિષને દૂર કરે છે. ધર્મ કૈલોક્યમાં સારભૂત છે વગેરે. માટે અહીં તે ગુણોના સાદેશ્યથી ધર્મને સુવર્ણ કહ્યું છે. તેમાં કષપટ્ટ એટલે કસોટીનો પથર, કારણ કે જેમ કસોટીપથ્થર સુવર્ણની પરીક્ષામાં પ્રમાણભૂત હોય છે. તેમ તે ધર્મની પરીક્ષામાં પ્રમાણભૂત છે. તેમનું બીજું વિશેષણ કહે છે - સમગ્ર વિશ્વના જીવોના બાંધવ = હિતકર્તા. આવા કોણ છે તે કહે છે - જિન = રાગાદિ આંતરશત્રુઓના વિજેતા. તેમને નમસ્કાર કરીને. આટલા અંશથી મંગલ કહ્યું છે. જેમની મતિ ધર્મપ્રધાન છે, તેઓ ધર્મમતિ છે. જીવો ચરમાવર્તમાં આવે એટલે સહજપણે ભાવમલનો ક્ષય થાય છે અને કુશલચિત્તની પ્રાપ્તિ થાય છે. આવા જીવોને ધર્મમતિ કહેવાય. તે જીવોને હું આ પ્રકરણ કહીશ. એમ કહેવા દ્વારા આ પ્રકરણનો અધિકારી કહ્યો. પ્રશ્ન :- આ રીતે અધિકારીની મર્યાદા બાંધવાની શું જરૂરPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 69