________________
मुक्तिवादः
११
(५) अथ दुःखाभावोऽपि नावेद्यः पुरुषार्थतयेष्यते । नहि मूर्च्छाद्यवस्थायां प्रवृत्तो दृश्यते सुधीः ॥ इति न मुक्तिज्ञानं सम्भवतीति चेन्न । न हि दुःखाभावं जानीयामित्युद्दिश्य प्रवृत्तिः
રાગ અને દ્વેષમાં ઉત્કટત્વ જાતિની કલ્પના પ્રવૃત્તિ અને નિવૃત્તિ દ્વારા થાય છે. ઉત્કટ રાગ અને દ્વેષની નિયામિકા સામગ્રી તે તે જ્ઞાનવ્યક્તિ વગેરેથી (બહુતરદુ:ખાનુવિદ્વત્વજ્ઞાન) ઘટિત હોવાથી અનુગત નથી. કારણ કે વિષયીને અને વિવેકીને બહુતરદુઃખાનુવિદ્વત્વ વગેરેનું જ્ઞાન સમાન હોય છે. છતાં વિષયી વ્યક્તિને સુખમાં ઉત્કટ રાગનો ઉદય થાય છે. દુઃખમાં ઉત્કટ દ્વેષનો ઉદય થાય છે. પણ વિવેકી વ્યક્તિને ઉત્કટ રાગદ્વેષનો ઉદય થતો નથી.
(૫) શબ્દાર્થ :—પ્રશ્ન :–અવેદ્ય દુ:ખાભાવ પુરુષાર્થ તરીકે ઇષ્ટ નથી. બુદ્ધિમાન માણસ મૂર્છાદિ અવસ્થા માટે પ્રવૃત્તિ કરતો હોય તેવું દેખાતું નથી. દુઃખાભાવ રૂપ મુક્તિનું જ્ઞાન જ સંભવતું નથી.
જવાબ :–(કોઈ પણ વ્યક્તિ) ‘મારે દુ:ખાભાવને જાણવો છે' એ ઉદ્દેશથી પ્રવૃત્તિ કરતી
જવાબ ઃ–રાગની જનક સામગ્રી જ ઉત્કટત્વાનુત્કટત્વની નિયામિકા છે. કાર્ય માત્ર પ્રત્યે પ્રતિબંધકાભાવ કારણ છે. પ્રવૃત્તિ રૂપ કાર્ય પ્રત્યે બહુતરદુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન પ્રતિબંધક છે. દરેક પ્રવૃત્તિમાં પ્રતિબંધકો અલગ અલગ રહેવાના. તેથી તદ્ઘટિત અભાવરૂપ સામગ્રી પણ અલગ અલગ રહેશે. આમ, તે તે જ્ઞાનવ્યક્તિઘટિત સામગ્રી જ ઉત્કટત્વ કે અનુત્કટત્વની નિયામિકા બનશે. પ્રત્યેક જ્ઞાનવ્યક્તિ ભિન્ન ભિન્ન હોવાથી આ સામગ્રી અનનુગત રહેશે.
પ્રશ્ન :–ઉત્કટત્વ અનુત્કટત્વની સામગ્રી અનુગત કેમ ન થઈ શકે ? બહુતરદુ:ખાનુવિદ્વત્વજ્ઞાનઘટિત સામગ્રી અનુત્કટત્વની નિયામિકા અને બહુતરદુઃખાનુવિદ્વત્વજ્ઞાનાભાવ ઘટિત સામગ્રી ઉત્કટત્વની નિયામિકા બની શકે છે.
જવાબ :વિષયી વ્યક્તિને ઉપભોગમાં દુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન હોવા છતાં રાગ થાય છે. અને વિવેકી વ્યક્તિને દુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન થતા ઉત્કટ રાગ થતો નથી. તે જ રીતે દ્વેષનું પણ સમજી લેવું. આમ દુઃખાનુવિદ્ધત્વનું જ્ઞાન સમાન હોવા છતાં વિષયી અને વિવેકી આત્માની પ્રવૃત્તિમાં અંતર પડે છે તે દર્શાવે છે કે એકલું દુ:ખાનુવિદ્વત્વનું જ્ઞાન ઉત્કટત્વ કે અનુત્કટત્વનું નિયામક નથી. તેથી તે તે જ્ઞાનવ્યક્તિને સ્વતંત્રરૂપે જ ઉત્કટત્વ-અનુત્કટત્વની નિયામિકા માનવી રહી. તેમ કરવામાં તે અનુગત ન રહે તો પણ બાધ નથી.
(૫) વિવરણ ઃ—ન્યાયમતે મુક્તિમાં જ્ઞાન નથી. મુક્તિ દુ:ખાભાવરૂપ હોય તો પણ તેનું જ્ઞાન થવાનું નથી એટલે મુક્તિની દુ:ખરહિત અવસ્થા મૂચ્છિત વ્યકિત જેવી છે. કોઈ બુદ્ધિમાન આવી મુક્તિ પામવાનો પ્રયત્ન ન કરે. મુક્તિમાં દુ:ખ ન હોય પણ ‘મને દુઃખ નથી’ એ સંવેદન પણ ન હોય તે ઇષ્ટ નથી. તાત્પર્ય કે—મુક્તિ કેવળ દુ:ખાભાવરૂપ ન હોતા દુ:ખાભાવજ્ઞાન રૂપ હોવી જોઈએ. દુ:ખાભાવના જ્ઞાનને ઉદ્દેશીને જ મુક્તિમાં પ્રવૃત્તિ થશે. આ શંકા ગ્રંથનો આશય છે.
સમાધાન ગ્રંથનું તાત્પર્ય એ છે કે—પુરુષની પ્રવૃત્તિનું ઉદ્દેશ્ય દુઃખાભાવ હોય છે. દુ:ખાભાવનું જ્ઞાન