Book Title: Muktivad
Author(s): Gadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 220
________________ मुक्तिद्वात्रिंशिका १८९ ऋजुसूत्रादिभिरिति । ऋजुसूत्रादिभिर्नयैर्ज्ञानसुखादिकपरम्परा मुक्तिरिष्यते । शुद्धनयैस्तैरुत्तरोत्तरविशुद्धपर्यायमात्राभ्युपगमात् । ज्ञानादीनां क्षणरूपताया: क्षणसत्तयापि सिद्धेः, तस्याः क्षणतादात्म्यनियतत्वात्, क्षणस्वरूपे तथादर्शनात् । सङ्ग्रहेण सङ्ग्रहनयेनावरणोच्छित्त्या व्यङ्ग्यं सुखं मुक्तिरिष्यते । तद्धि जीवस्य स्वभावः सेन्द्रियदेहाद्यपेक्षाकारणस्वरूपावरणेनाच्छाद्यते । प्रदीपस्यापवरकावस्थितपदार्थप्रकाशकत्वस्वभाव इव तदावारकशरावादिना । तदपगमे तु प्रदीपस्येव जीवस्यापि विशिष्टप्रकाशस्वभावोऽयत्नसिद्ध एवेति । शरीराभावे ज्ञानसुखाद्यभावोऽप्रेर्य एव, अन्यथा शरावाद्यभावे प्रदीपादेरभावप्रसङ्गात्। (शं) शरावादेः प्रदीपाद्यजनकत्वान्नोक्तप्रसङ्ग इति चेन्न, तथाभूतप्रदीपपरिणत्यजनकत्वे शरावादेस्तदनावरकत्वप्रसङ्गादिति ॥१९॥ (૨૦) ક્ષય: પ્રયત્નસાધ્યન્તુ, વ્યવહારેળ ર્મળામ્ । न चैवमपुमर्थत्वं, द्वेषयोनिप्रवृत्तितः ॥२०॥ क्षय इति । व्यवहारेण तु प्रयत्नसाध्यः कर्मणां क्षयो मुक्तिरिष्यते, अन्वयव्यतिरेकानुविधानेन तत्प्रवृत्तेः ज्ञानादीनां कर्मक्षये तदनुविधानात् । न चैवं कर्मक्षयस्य પ્રદીપનો સ્વભાવ હોવા છતાં દીપક ઉપર કોડિયું ઢાંકી દેવામાં આવે તો તે તેવા પ્રકારના સ્વભાવનો પ્રતિબંધ કરે છે. દીપક ઉપરથી કોડિયું લઈ લઈએ તો પ્રદીપનો સ્વભાવ પ્રગટ થાય છે. તેમ જ ઇન્દ્રિયો અને શરીરાદિનો વિચ્છેદ થવાથી આત્માના જ્ઞાન, સુખ વગેરે ગુણો (સ્વભાવભૂત ગુણો) પ્રગટ થાય છે, જે પ્રયત્ન વિના જ સિદ્ધ છે. યદ્યપિ આ રીતે તો શરીરાદિના અભાવમાં તો જ્ઞાનસુખાદિનો પણ અભાવ થશે. કારણ કે જ્ઞાનાદિની પ્રત્યે શરીરાદિ કારણ હોવાથી કારણના અભાવમાં કાર્યનો અભાવ થાય - એ સ્પષ્ટ છે. આવી શંકા કરી શકાય છે. પરંતુ તે બરાબર નથી. કારણ કે એવી શંકા કરવામાં આવે તો શરાવાદિ(કોડિયાદિ)ના અભાવમાં પ્રદીપાદિના અભાવનો પણ પ્રસંગ આવશે - એ પ્રમાણે પણ કહી શકાશે. “શરાવાદિ પ્રદીપાદિનાં જનક ન હોવાથી શરાવાદિના અભાવે પ્રદીપાદિના અભાવનો પ્રસંગ નહીં આવે, પરંતુ શરીરાદિ તો જ્ઞાનાદિનાં જનક હોવાથી તેના અભાવમાં જ્ઞાનાદિના અભાવનો પ્રસંગ આવશે.” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે શરાવાદિને પણ તાદેશ અવરુદ્ધ સ્વસ્વભાવવાળા પ્રદીપના પરિણામનાં જનક મનાય છે. અન્યથા શરાવાદિ તેવા પરિણામવાળા પ્રદીપાદિનાં જનક માનવામાં ન આવે તો શરાવાદિ પ્રદીપના પ્રકાશનાં આવારક બની શકશે નહીં....ઇત્યાદિ સ્પષ્ટ છે. ।।૩૧-૧૯૫ (૨૦) વ્યવહારનયથી મુક્તિનું સ્વરૂપ વર્ણવાય છે “પ્રયત્નથી સાધ્ય એવા કર્મક્ષયને વ્યવહારનય મુક્તિ માને છે. ‘આથી મોક્ષમાં અપુરુષાર્થત્વ આવે છે.’....આ પ્રમાણે નહીં કહેવું. કારણ કે દ્વેષમૂલક અહીં પ્રવૃત્તિ થાય છે.’” – આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે. વ્યવહારનયને આશ્રયીને પ્રયત્નથી સાધ્ય એવો જે કર્મોનો ક્ષય છે તેને મુક્તિ કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285