Book Title: Muktivad
Author(s): Gadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 223
________________ मुक्तिवादः दुःखाप्रसिद्ध्या तद्ध्वंसस्यासाध्यत्वात् । अस्तु वा दुःखद्वेषस्यैवायमुल्लेखः । मुख्यप्रयोजनाविषयकेच्छाविषयत्वेन च मुख्यप्रयोजनत्वमविरुद्धमिति भावः ||२२|| १९२ (૨૨) સ્વતોપુમર્થતાવ્યેવ-મિતિ ચેત્ ર્મપિ। शक्त्या चेन्मुख्यदुःखत्वं स्याद्वादे किं नु बाध्यताम् ॥२३॥ " स्वत इति । एवमपि स्वतोऽपुमर्थता निरुपधिकेच्छाविषयत्वेन सुखदुःखहान्यन्यतरस्यैव स्वतः पुमर्थत्वादिति चेत् कर्मणामपि शक्त्या चेन्मुख्यदुःखत्वं तदा स्याद्वादे किं नु बाध्यतां ? સંબંધથી ધ્વંસમાં થઈ શકે છે. સ્વનિષ્ઠપ્રતિયોગિતાના બદલે સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાને આશ્રયને દુઃખનો અન્વય કરવાની આવશ્યકતા નથી. પરંતુ પાપના પ્રાયશ્ચિત્ત સ્થળે પાપ થયેલું છે અને દુઃખ તો ઉત્પન્ન થયેલું નથી. તેથી પ્રાયશ્ચિત્તથી અપ્રસિદ્ધ દુઃખનો ધ્વંસ શક્ય નથી. દુઃખના હેતુભૂત પાપનો ધ્વંસ શક્ય હોવાથી સાક્ષાત્ દુઃખનો અન્વય ન કરતાં તેના હેતુમાં રહેલી પ્રતિયોગિતાને આશ્રયીને ધ્વંસમાં દુઃખનો અન્વય કરવામાં આવે છે. યદ્યપિ આ રીતે દુઃખનો અન્વય, સ્વહેતુનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપકત્વ સંબંધથી કરવામાં આવે તો અન્વયિતાવચ્છેદક સંબંધ ગુરુભૂત બને છે, તેથી તે સંબંધથી અન્વય કરવાનું ઉચિત નથી પરંતુ તેથી સસ્તુ વા ઇત્યાદિ ગ્રંથથી કલ્પાંતરનું અનુસરણ કરાય છે. એનો આશય એ છે કે દુ:સ્તું મે મા મૂવ્...ઇત્યાદિ સ્થળે પ્રાયશ્ચિત્ત કરનારનો ઉદ્દેશ દુ:ખદ્વેષનો હોવાથી તેનો જ ઉલ્લેખ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ દુઃખનો અન્વય કરવામાં સંબંધનું ગૌરવ નહિ નડે. “દુઃખના કારણભૂત કર્મોના નાશ સ્વરૂપ મોક્ષને માનવાથી મોક્ષમાં મુખ્યપ્રયોજનત્વ નહિ મનાય. કારણ કે દુઃખનાશમાં જ પરમપ્રયોજનત્વ માનો. મા શૂદ્ દુઃવસ્...ઇત્યાદિ સ્થળે દુ:ખદ્વેષનો જ ઉલ્લેખ છે.” – આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે મુખ્યપ્રયોજન દુઃખ વિરહની ઇચ્છાનો વિષય, તેના સાધનભૂત સકળ કર્મનો ધ્વંસ છે. તેથી તે પણ મુખ્યપ્રયોજન છે...ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. I૩૧-૨૨॥ (૨૩) ઉ૫૨ જણાવ્યા મુજબ દુઃખધ્વંસના સાધન તરીકે કર્મક્ષયસ્વરૂપ મુક્તિમાં મુખ્યપ્રયોજનત્વ હોવા છતાં, તેમાં સ્વતઃ પુમર્થતાની અનુપપત્તિ થાય છે - આ શંકાનું સમાધાન કરાય છે - ,, કર્મક્ષયમાં ઉપર જણાવ્યા મુજબ મુખ્યપ્રયોજનત્વ સિદ્ધ થાય “તોપણ સ્વતઃ પુમર્થતા તેમાં નહિ આવે - આ પ્રમાણે કહેવામાં આવે તો સ્યાદ્વાદમતમાં, કર્મોમાં શક્તિસ્વરૂપે મુખ્ય દુઃખત્વ માની લેવામાં કોણ બાધક છે ? અર્થાત્ કોઈ નહિ.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય વર્ણવતાં ટીકામાં ફરમાવ્યું છે કે, આ પૂર્વે જણાવ્યા મુજબ દુઃખધ્વંસની ઇચ્છાનો વિષય કર્મક્ષયસ્વરૂપ મોક્ષ છે. તેથી મુખ્યપ્રયોજનવિષય (દુ:ખવિરહવિષયક) ઇચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં મુખ્યપ્રયોજનત્વ મનાય તોપણ તેમાં સ્વતઃ પુમર્થતા નથી. કારણ કે ઉપાધિરહિત ઇચ્છાના વિષયમાં અર્થાત્ અન્યવિષયક ઇચ્છાને અનધીન ઇચ્છાના વિષયમાં પુમર્થતા સ્વતઃ મનાય છે. અન્યત્ર પરતઃ પુમર્થતા મનાય છે. સુખમાં અથવા દુ:ખહાનિમાં જ સ્વતઃ પુમર્થતા મનાય છે. દુ:ખવિરહની ઇચ્છાને આધીન એવી કર્મધ્વંસની ઇચ્છાનો વિષય કર્મક્ષય હોવાથી તેમાં સ્વતઃ પુમર્થતા(પુરુષની કામનાનું વિષયત્વ) નથી. આ પ્રમાણે શંકાકાર નૈયાયિકનું કહેવું છે. પરંતુ તે કથન

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285