Book Title: Muktivad
Author(s): Gadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 235
________________ २०४ मुक्तिवादः अविद्या आत्मनि शरीराभेदावगाहिज्ञानं पदार्थान्तरम् वा ? उभयथापि सुखदुःखाभावतत्साधनेतरत्वेन तन्निवृत्तेरपुरुषार्थत्वात् उत्पन्नतत्त्वज्ञानिनः शुकादेः शरीरदुःखभोगदशायामपि अविद्यानाशसत्त्वान्मुक्तत्वप्रसङ्गाच्च । (५) त्रिदण्डिनस्तु आनन्दमयपरमात्मनि जीवात्मनो लयो मोक्षः । लयश्च लिङ्ग शरीरापगमः । लिङ्गशरीरमेकादशेन्द्रियाणि पञ्चमहाभूतानि सूक्ष्ममात्रतया सम्भूयावस्थितानि जीवात्मनि सुखदुःखावच्छेदकानि । तथा च सुखदुःखावच्छेदकसूक्ष्मामात्रावच्छिन्नमिलितावस्थिततावदिन्द्रियसमुद्भूतप्रचयाधिष्ठानात्मकलिङ्गशरीरनाश एव मोक्ष इति पर्यवसित इत्याहुः । तन्न । तस्यापि स्वतोऽपुरुषार्थत्त्वात्तादृशलिङ्गशरीरे प्रमाणाभावाच्च । प्राभाकरास्तु आत्यन्तिकदुःखप्रागभावो मुक्तिः । आत्यन्तिकत्वं च स्वसमानाधिकरणयावदधर्मनाशविशिष्टत्वम् तेन संसारितादशायां नातिप्रसङ्गः । न च प्रागभावस्यानादित्वेन सिद्धत्वादपुरुषार्थत्वम् । तस्य स्वतः कृत्य આવું કહે છે. તે યોગ્ય નથી. અવિદ્યા એટલે શું? આત્મા અને શરીરના અભેદનું અવગાહન કરતું જ્ઞાન અવિદ્યા છે કે અન્ય પદાર્થ છે? બંને રીતે તે તેની નિવૃત્તિ પુરુષાર્થ નથી. જે સુખનું સાધન હોય કે દુઃખાભાવનું સાધન હોય તે જ પુરુષાર્થ કહેવાય. અવિદ્યાની નિવૃત્તિ બંનેમાંથી એકનું પણ સાધન નથી માટે પુરુષાર્થ નથી. બીજું, જેમને તત્ત્વજ્ઞાન થઈ ગયું છે શુક વગેરે મહાત્માઓને શરીર અને તજજન્ય દુઃખો છે જ. આ દશામાં પણ તેમની અવિદ્યાનો તો નાશ થઈ ગયો છે તેથી તેમને મુક્ત માનવાની આપત્તિ આવશે. (૫) ત્રિદંડીઓ આનંદમય પરમાત્મામાં જીવાત્માના લયને મોક્ષ કહે છે. લય એટલે લિંગશરીરનો નાશ. અગિયાર ઇંદ્રિયો (પાંચ જ્ઞાનેંદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન) અને પંચ મહાભૂત સૂક્ષ્મરૂપે એકસાથે રહે તે લિંગ શરીર છે. આ તત્ત્વો જીવાત્મામાં સુખદુઃખનો અનુભવ કરાવે છે. જીવના જે ભાગમાં લિંગ શરીર છે તે ભાગમાં સુખદુઃખ થાય છે. તેથી લિંગશરીર જીવાત્માના સુખદુઃખનું અવચ્છેદક બને છે. આમ, સુખદુ:ખનાં અવચ્છેદક, સૂક્ષ્મ માત્રાથી અવચ્છિન્ન અને મિલિત થઈને રહેલી ઇન્દ્રિયોથી ઉત્પન્ન પ્રચયના અધિષ્ઠાન રૂપ લિંગશરીરનો નાશ જ મોક્ષ છે. આ મત પણ અયોગ્ય છે. કારણ કે લિંગ શરીરનો નાશ પણ સ્વતઃ પુરુષાર્થ નથી અને લિંગ શરીરના અસ્તિત્વમાં કોઈ પ્રમાણ નથી. (૬) પ્રાભાકરો આત્યંતિક દુ:ખ પ્રાગભાવને મુક્તિ કહે છે. દુઃખના અધિકરણમાં રહેતા તમામ અધર્મના નાશથી વિશિષ્ટ દુ:ખના પ્રાગભાવને આત્યંતિક કહેવાય. સંસારી દશામાં દુ:ખનો પ્રાગભાવ અધર્મ નાશથી વિશિષ્ટ હોતો નથી માટે તેમાં અતિપ્રસંગ નથી. પ્રશ્ન :-પ્રાગભાવ તો અનાદિ છે તે પુરુષાર્થ કેવી રીતે બને ? જે સાધ્યત્વેન ઇચ્છાનો વિષય હોય તે પુરુષાર્થ કહેવાય. અનાદિ પદાર્થ અજન્ય હોવાથી સિદ્ધ જ છે. સાધ્ય નથી.

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285