Book Title: Muktivad
Author(s): Gadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay
Publisher: Shrutbhuvan Sansodhan Kendra

View full book text
Previous | Next

Page 234
________________ प्राचीन-नवीन-मुक्तिवाद-सक्षेपः २०३ विरुद्धत्वोपगमात् । न च तत्त्वज्ञानस्यैव तादृशदुःखजनकत्वतन्नाशकत्वोपगमे तादृशदुःखस्य क्षणिकत्वापत्तिरिति वाच्यम् । प्रथमक्षणे तत्साक्षात्कारसामग्र्याः प्रतिबन्धेन द्वितीयक्षणे तन्नाशासम्भवात् । न चैवमेतादृशप्रतिबन्धकल्पने गौरवमिति वाच्यम् । काशीमरणादिरूपनानाविधोपायजन्यतायां भवन्मते तादृशदुःखवदन्यदुःखध्वंसत्वस्यावच्छेदकगौरवात्, तदपेक्षया विजातीयदुःखनाशम्प्रति प्रतियोगित्वलौकिकविषयत्वघटितसामानाधिकरण्यप्रत्यासत्त्या साक्षात्कारत्वेन एकप्रतिबन्धकताया न्याय्यत्वादित्याहुः। (४) वेदान्तिनस्तु तत्त्वज्ञानादविद्यानिवृत्तौ विज्ञानसुखात्मकः केवलात्मा अपवर्गे वर्तते इति विवक्षितविवेकेन विद्यापनाश एव मोक्ष इति वदन्ति । तन्न । થશે. કારણ કે તત્ત્વજ્ઞાન એકલા ચરમદુઃખનું જ નાશક છે. ચમત્વ દુઃખ સિવાય અન્યત્ર પ્રસિદ્ધ નથી. તેથી ચરમનિવૃત્તિ અથવા આત્યંતિકનિવૃત્તિ આટલું જ મોક્ષનું લક્ષણ પર્યાપ્ત રહેશે. જવાબ :–મોક્ષના લક્ષણમાં દુઃખ પદની વ્યાવર્તક તરીકે જરૂર નથી છતાં ચમત્વ દુ:ખત્વની વ્યાપ્ય જાતિ છે એવો પરિચય આપવા તેનું ઉપાદાન કર્યું છે. તત્ત્વજ્ઞાનને કેવળ ચરમદુઃખધ્વંસનું કારણ માનવાથી ખઞાભિઘાત વગેરેની જન્યતાવચ્છેદક દુરિતત્વાદિ જાતિ સાથે તેનું સાંકર્ય પણ રહેતું નથી. કારણ કે ચમત્વ જાતિ અને તાદેશ દુરિતત્વ જાતિ સમાનાધિકરણ નથી. પ્રશ્ન :–તત્ત્વજ્ઞાન જ ચરમદુઃખનું જનક હોય અને તત્ત્વજ્ઞાન જ ચરમદુઃખનું નાશક હોય તો ચરમદુઃખને ક્ષણિક માનવાની આપત્તિ આવશે. જવાબ :–તત્ત્વજ્ઞાન દ્વારા ચરમદુઃખ ઉત્પન્ન થાય છે તે જ ક્ષણે તેના સાક્ષાત્કારની સામગ્રી પણ ઉપસ્થિત હોય છે. આ સામગ્રી દુ:ખનાશનો પ્રતિબંધ કરે છે તેથી બીજી જ ક્ષણે દુ:ખનાશ થતો નથી. આમ ચરમદુ:ખ ક્ષણિક નથી. પ્રશ્ન :-આ રીતે સાક્ષાત્કારની સામગ્રીને પ્રતિબંધક માનવામાં ગૌરવ નથી ? જવાબ :–તમારા (પ્રાચીનોના) મતે મોક્ષ તત્ત્વજ્ઞાન ઉપરાંત કાશીમરણ વગેરે અનેક ઉપાયથી જન્ય છે. આ તમામ દ્વારા થતા દુઃખધ્વંસના સંગ્રહ માટે કાર્યતાવચ્છેદક તરીકે તાદેશદુ:ખવદજદુઃખધ્વસત્વને અવચ્છેદક માનવું જરૂરી છે, આમ, અવચ્છેદક તરીકે ગુરુધર્મને માનવા કરતા વિજાતીય દુઃખનાશ પ્રત્યે પ્રતિયોગિત્વ અને લૌકિકવિષયતા ઘટિત સામાનાધિકરણ્ય સંબંધથી સાક્ષાત્કારત્વેન એક પ્રતિબંધતા માનવી યુક્તિ સંગત છે. આવું નવ્ય નૈયાયિકો કહે છે. (૪) વેદાંતીઓ તો-તત્ત્વજ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ થતાં મોક્ષમાં કેવળ વિજ્ઞાન અને સુખાત્મક આત્માનું અસ્તિત્વ હોય છે. આમ વિરક્ષિત વિવેક દ્વારા અવિદ્યાનો નાશ જ મોક્ષ છે

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285