________________
मुक्तिवादः
१०३
प्रवृत्तिदर्शनात् दुःखाभावस्य स्वत एव पुरुषार्थत्वात् । न हि दुःखाभावदशायां सुखमस्तीत्युद्दिश्य दुःखहानार्थं प्रवर्तते । वैपरीत्यस्यापि सम्भवे सुखस्याप्यपुरुषार्थत्वापत्तेः । अतो दुःखाभावदशायां सुखं नास्तीति ज्ञानं न दुःखाभावार्थिप्रवृत्तिप्रतिबन्धकम् । तस्मादविवेकिनः सुखमात्रलिप्सवो बहुतरदुःखानुविद्धमपि सुखमुद्दिश्य 'शिरोमदीयं यदि याति यातु' इति कृत्वा परदारादिषु प्रवर्त्तमाना 'वरं वृन्दावने रम्ये०' इत्यादि वदन्तो नात्राधिकारिणः, ये च विवेकिनोऽस्मिन् संसारकान्तारे कियन्ति दुःखदुर्दिनानि कियती सुखखद्योतिकेति कुपितफणिफणामण्डलच्छायाप्रतिममिदमिति मन्यमानाः सुखमपि हातुमिच्छन्ति तेऽत्राधिकारिणः । न च भोगार्थिनामप्रवृत्तौ पुरुषार्थता हीयते, कस्यचिदप्रवृत्तावपि चिकित्सादेः पुरुषार्थત્ ા (૨૮) ૩થ-દુઃgમાવોઈપ નાવેદ્યઃ પુરુષાર્થતયેતે !
न हि मूर्छाद्यवस्थार्थं प्रवृत्तो दृश्यते सुधीः ॥ (इति)
ભયગ્રસ્તના દુ:ખને દૂર કરવાને માટે પ્રયત્ન જોવામાં આવે છે. તેથી દુઃખનો અભાવ સ્વયં જ પુરુષાર્થ છે. કારણ કે દુઃખના ન રહેવાથી સુખ છે, આ ઉદ્દેશ્યથી દુઃખ છોડવાને માટે કોઈ પ્રયત્ન નથી કરતું. વિપરીત પણ થઈ શકે છે. એવી સ્થિતિમાં સુખ પણ પુરુષાર્થ નહીં થાય, તેથી દુઃખ ન રહેવાથી સુખ પણ નહીં રહે, આ જ્ઞાન દુઃખાભાવાર્થિના પ્રયત્નનું પ્રતિબંધક નથી, તેથી જે અવિવેકી છે. જે કેવળ સુખની કામના કરે છે તેઓ અનેક પ્રકારના દુઃખથી યુક્ત વાસનાજન્ય સુખ (ના ઉદ્દેશ્યથી) “ગમે તે થઈ જાય માથું ફૂટે કે જેલમાં જવું પડે.” તેઓ પરદારાની સાથે સંભોગમાં પ્રવૃત થાય છે. અથવા જે અવિવેકી એમ કહે છે કે – “વૃન્દાવનમાં રહેવું સારું પણ વૈશેષિકોની મુક્તિ નહીં.” એવા (અવિવેકી) મુક્તિના અધિકારી નથી. જે વિવેકી છે, તેઓ આ સંસારરૂપી જંગલમાં કેટલા દુઃખ દુર્દિન છે, અને કેટલી માત્રામાં ખદ્યોત(આગિયા) જેવું સુખ છે, કુપિત સર્પની ફેણની છાયાના જેવો આ (સંસાર) છે. એવું માનવાવાળા સુખને પણ છોડવાવાળા જ મુક્તિના અધિકારી છે. અને ભોગાર્થિઓની પ્રવૃત્તિ ન થવા છતાં પણ પુરુષાર્થતાની કોઈ ક્ષતિ થતી નથી, કોઈને કોઈ પ્રવૃત્તિ ન થવા છતાં પણ ચિકિત્સા વગેરે પુરુષાર્થ છે.
(૧૮) પ્રશ્ન –દુઃખાભાવ પણ અજ્ઞાત પુરુષાર્થના રૂપમાં સ્વીકાર્ય નથી. કોઈ પણ બુદ્ધિમાન મૂછવસ્થામાં પ્રયત્ન કરતો દેખાતો નથી. સુખની જેમ (દુઃખાભાવ પણ) જ્ઞાયમાન (થઈને) જ પુરુષાર્થ થાય છે, આ નિયમ છે. (દુ:ખાભાવરૂપ) મુક્તિનું જ્ઞાન સંભવ નથી, કારણ કે દુઃખાભાવને જાણે, તેથી તેમાં પ્રવૃતિ નથી થતી, પરંતુ “મને ક્યારેય દુઃખ ન થાય.” એ ઉદ્દેશ્યથી દુઃખાભાવને માટે પ્રયત્ન કરવામાં આવે છે. અને દુઃખનો અભાવ જ પુરુષાર્થ છે તેનું જ્ઞાન તે જ્ઞાનના કારણોથી ઉત્પન્ન થાય છે, તે પુરુષાર્થ થવામાં ઉપયોગી નથી. (પુરુષ) “સુખી થાઉં” આ ઉદ્દેશ્યથી પ્રયત્ન કરે છે નહીં કે “સુખને જાણું” આ ઉદ્દેશ્યથી કોઈ પ્રયત્ન કરે છે. સુખ જ પુરુષાર્થ