________________
मुक्तिवादः
तादृशश्रुतेरर्थान्तरपरत्वशङ्कया तादृशबोधे भ्रमत्वशङ्कासम्भवात् अश्रद्धया निदिध्यासनं न घटत इति श्रवणानन्तरं मननस्योपयोगः । युक्तिसिद्धेऽर्थे प्रमितत्वावधारणेन मन सत्यश्रद्धानिवृत्तेः । अत एव युक्तिशास्त्रस्य न्यायवैशेषिकादेरध्ययनं मोक्षे उपयुज्यते ।
६२
(३५) केचित्तु ईश्वरात्मसाक्षात्कार एव मोक्षे कारणम् । तस्यातीन्द्रियत्वेऽपि योगजधर्मरूपप्रत्यासत्तेस्तत्साक्षात्कारसम्भवः । न चात्मा श्रोतव्य इत्यादावात्मपदस्य जीवात्मपरतासम्भवात् ईश्वरसाक्षात्कारस्य मोक्षहेतुत्वमप्यप्रामाणिकमिति वाच्यम् ।
આત્મા શરીરાદિથી ભિન્ન છે એવું શ્રુતિબોધિત છે પણ બીજી યથાશ્રુત શ્રુતિના અર્થ સાથે વિરોધને કારણે તે શ્રુતિ બીજા અર્થને જાણાવનારો છે તેવી શંકાથી તાદશબોધમાં ભ્રમત્વની શંકા સંભવી શકે છે. તેથી અશ્રદ્ધાને કારણે નિદિધ્યાસન ઘટી શકે નહીં માટે શ્રવણ બાદ મનનનો ઉપયોગ છે. મનન હોય તો યુક્તિસિદ્ધ અર્થમાં પ્રામાણ્યનું અવધારણ થતાં અશ્રદ્ધા દૂર થાય છે. માટે જ ન્યાયવૈશેષિક વગેરે યુક્તિશાસ્ત્રનું અધ્યયન મોક્ષમાં ઉપયોગી બને છે.
(૩૫) શબ્દાર્થ :—કેટલાક વિદ્વાનો એમ કહે છે કે ઈશ્વરાત્માનો સાક્ષાત્કાર જ મોક્ષનું કારણ છે. તે ઈશ્વર અતીન્દ્રિય છે તેમ છતાં યોગજધર્મ રૂપ પ્રત્યાસત્તિથી તેનો સાક્ષાત્કાર સંભવી શકે છે.
પ્રશ્ન :-‘આત્મા સ્ત્રોતવ્ય' ઇત્યાદિ શ્રુતિમાં આત્મ પદનો અર્થ જીવાત્મા થઈ શકે છે તેથી
ઉપયોગી છે. મનન દ્વારા યુક્તિ મળે છે. યુક્તિથી સિદ્ધ થયેલા અર્થમાં પ્રામાણ્યનું જ્ઞાન થતાં શ્રદ્ધા થાય છે. આમ અશ્રદ્ધાનિવર્તકન્વેન મનનનો ઉપયોગ છે. ન્યાયવૈશેષિકાદિ યુક્તિ શાસ્ત્રો છે. તેમનું અધ્યયન મનનરૂપ હોવાથી મોક્ષમાં ઉપયોગી બને છે.
(૩૫) વિવરણ :—àવિત્તુથી દીર્ઘ મતનો પ્રારંભ થાય છે. સામØસ્યાવિત્તિ વન્તિ સુધી આ મતનો ગ્રંથ છે. ગદાધરના મતે આત્મસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે. પ્રસ્તુત મત ઈશ્વરસાક્ષાત્કારને મોક્ષનું કારણ માને છે.
પ્રશ્ન :–દરેક આત્માને સ્વાત્માનું માનસ પ્રત્યક્ષ થાય છે. તેથી પોતાના આત્માનો સાક્ષાત્કાર થાય છે એમ માનવામાં કોઈ બાધ નથી. ઈશ્વરાત્મા અપ્રત્યક્ષ છે. તે અતીન્દ્રિય હોવાથી તેનો સાક્ષાત્કાર સંભવતો નથી.
જવાબ :–ઈશ્વરાત્માનું પ્રત્યક્ષ અલૌકિક પ્રત્યાસત્તિથી થાય છે. યોગજ પ્રત્યાસત્તિ દ્વારા ઈશ્વરસાક્ષાત્કાર સંભવે છે.
પ્રશ્ન :-‘આત્મા વારે શ્રોતવ્ય' ઇત્યાદિ શ્રુતિ આત્મસાક્ષાત્કારને મોક્ષહેતુ તરીકે પ્રમાણિત કરે છે. આ શ્રુતિમાં આત્મા શબ્દનો અર્થ જીવાત્મા છે. તેથી જીવાત્મસાક્ષાત્કાર મોક્ષનો હેતુ છે તે પ્રમાણપ્રાપ્ત છે. ઈશ્વર સાક્ષાત્કાર મોક્ષનું કારણ છે એ વાત અપ્રામાણિક જણાય છે.
જવાબ :-આત્મા સ્ત્રોતવ્ય એ વાક્ય સ્વતંત્ર નથી. વેદાંતમાં શ્રુતિવાક્યોની એકવાક્યતા જાળવવા ઉપક્રમ અને ઉપસંહારનો નિયમ સ્વીકારવામાં આવ્યો છે. ઉપક્રમમાં જે અર્થ જણાવવામાં આવ્યો હોય તે