________________
मुक्तिवादः
मोक्षरूपो वाच्यः । तादृशश्चाऽप्रसिद्धः मुक्तस्य दुःखानुत्पत्त्या मुक्तिदशायां तत्प्रागभावासत्त्वात् । अनागतस्यैव प्रागभावप्रतियोगित्वात् । दुःखं मे मा भूदित्यादिकामना च उत्तरोत्तरकालसम्बन्धविशिष्टदुःखात्यन्ताभावविषयिण्येव, नित्यत्वेऽपि तस्य
દુ:ખપ્રાગભાવ મોક્ષ કહી શકાય. આવો વિશિષ્ટ પ્રાગભાવ અપ્રસિદ્ધ છે, કારણ કે મુક્તિદશામાં દુઃખનો પ્રાગભાવ હોતો નથી. ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થ જ પ્રાગભાવનો પ્રતિયોગી હોય છે.
અને ‘દુઃવું છે મા મૂત’ આ ઇચ્છાનો વિષય ઉત્તરઉત્તર કાલસંબંધ વિશિષ્ટ દુઃખાત્યંતભાવ થઈ શકે છે, અત્યંતાભાવ નિત્ય છે છતાં તે સાધ્ય બની શકે છે. દુ:ખપ્રાગભાવના અભાવથી
અવસ્થામાં આવતી અતિવ્યાપ્તિનું વારણ કરવા તેમણે પણ વિશેષણની વિવક્ષા કરવી પડશે. દુઃખપ્રાગભાવ જે આત્મામાં રહે છે તે આત્મામાં રહેતા અન્ય દુઃખ અને દુઃખધ્વંસ સમાનકાળે ન રહેતા હોય આવો પ્રાગભાવ મોક્ષ કહેવાય. સંસારીદશામાં યત્કિંચિત દુઃખપ્રાગભાવ જે આત્મામાં રહે છે તેમાં રહેતા અન્ય દુઃખ અને દુઃખધ્વસ સમકાલીન છે. માટે તે અવસ્થામાં થતા દુ:ખપ્રાગભાવમાં અતિવ્યાપ્તિ નથી. વિશિષ્ટ દુ:ખપ્રાગભાવની વિવક્ષાથી અતિવ્યાપ્તિ ટળી જશે પણ આવો પ્રાગભાવ મુક્તિમાં સંભવે છે કે નહીં ? તે પણ વિચારવું પડશે. વિશિષ્ટ પ્રાગભાવ મુક્તિમાં સંભવતો નથી. ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પદાર્થનો વર્તમાનમાં પ્રાગભાવ હોય છે. મુક્તિમાં દુઃખ ઉત્પન્ન થવાનું જ નથી તો દુઃખનો પ્રાગભાવ કેવી રીતે હોઈ શકે ?
પ્રશ્ન :-જો દુઃખપ્રાગભાવ સાધ્ય ન હોય તો પ્રાયશ્ચિત્તાદિ વૈદિક કર્મોમાં અને સર્પના ડંખ કાઢવો વગેરે લૌકિક કર્મોમાં પ્રવૃત્તિ કેવી રીતે થશે? ટુર્વ મે મ મૂત્ એ કામના પ્રવૃત્તિનું કારણ કેવી રીતે બનશે ?
જવાબ :- દુઃવું છે મા મૂત' એ કામનાનો વિષય પ્રાગભાવ નથી પણ અત્યંતભાવ છે. વર્તમાનકાલીન દુઃખાત્યંતભાવનો ઉત્તરઉત્તરકાળમાં પણ સંબંધ રહેઆ પ્રકારની કામના થાય છે. તેથી ઉત્તરોત્તરકાલસંબંધવિશિષ્ટ દુઃખાત્યંતભાવ કામનાનો વિષય છે.
પ્રશ્ન :–અત્યંતાભાવ નિત્ય છે તેથી તેનું સાધન કોણ થશે જેના આધારે ઇષ્ટસાધનતા કે ક્ષેમસાધનતાનું જ્ઞાન થાય ?
જવાબ :-જેમ પ્રાગભાવ નિત્ય હોવા છતાં તેના ઉત્તરકાલ સંબંધનો પ્રતિયોગીવિરોધીત્વેન નિર્વાહ થાય છે તેમ અત્યંતાભાવના ઉત્તરકાલસંબંધનો નિર્વાહ પણ તે જ રીતે થશે તેથી તે પણ સાધ્ય બની શકે છે.
આમ પ્રભાકરોએ દુઃખપ્રાગભાવને મુક્તિ તરીકે સ્થાપવા જે યુક્તિ વાપરી તે જ યુક્તિથી દુ:ખાવંતાભાવને પણ મોક્ષ માની શકાશે.
પ્રશ્ન –દુઃખાત્યંતભાવ મોક્ષ નથી, કારણ કે–તે સુષુપ્તિમાં પણ હોય છે તેથી મોક્ષના લક્ષણની અતિવ્યાપ્તિ થશે.