________________
मुक्तिवादः
(३३) मुक्तिम्प्रत्यात्मतत्त्वज्ञानं हेतुः, 'आत्मा वारे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः साक्षात्कर्तव्यश्चैतावदरे खल्वमृतत्वम्' इति श्रुतेः । एतावत्= श्रवणादिरूपं ज्ञानममृतत्वम् अमृतत्वस्य मोक्षस्य हेतुः । तत्र कारणं सवासनमिथ्याज्ञानोन्मूलनक्षमः श्रुतिस्मृत्युपदिष्टयोगविधिना चिरनिरन्तरादरसेवितनिदिध्यासनयोगजधर्मप्रयोज्यः शरीरभिन्नत्वेन आत्मनः साक्षात्कार एव । शाब्दादिज्ञानस्य देहाभेदवासनारूपदोषविशेषजन्यायामहं गौर इत्यादिमिथ्याबुद्धौ अप्रतिबन्धकत्वात्तज्जन्यवासनायाः अनाशकत्वाच्च । श्रवणादिकञ्च तद्वारा मोक्षोपयोगि ।
(૩૩) શબ્દાર્થ –મુક્તિનું કારણ આત્માનું તત્ત્વજ્ઞાન છે. કારણ કે ‘આત્મા વારે શ્રોતવ્યો મન્તવ્યો નિદ્રિધ્યાતિવ્ય: સાક્ષાર્તવ્યશૈતાવ રવૃત્વમૃતત્વમ્' આ પ્રમાણે શ્રુતિ છે. પતાવતું એટલે શ્રવણાદિરૂપ જ્ઞાન, સમૃતત્વ એટલે અમૃતરૂપ મોક્ષનું કારણ છે. મુક્તિમાં કારણ–વાસના સાથે મિથ્યાજ્ઞાનનો નાશ કરવામાં સમર્થ, શ્રુતિ અને સ્મૃતિમાં ઉપદેશાવેલ યોગની વિધિપૂર્વક લાંબા કાળ સુધી, નિરંતર, અને આદરપૂર્વક સેવાયેલ નિદિધ્યાસનરૂપ યોગજ ધર્મથી જન્મતો શરીરથી ભિન્ન તત્ત્વ તરીકે આત્માનો સાક્ષાત્કાર જ છે. (શાબ્દબોધ વગેરે નથી, કારણ કે શાબ્દ વગેરે જ્ઞાનો દેહના અભેદની વાસના રૂપ દોષથી જન્મ ‘શૌર:' ઇત્યાદિ મિથ્થાબુદ્ધિના પ્રતિબંધક બની શકતા નથી અને મિથ્થાબુદ્ધિથી જન્ય વાસનાનો નાશ કરી શકતા નથી. અને શ્રવણ આદિ તેના દ્વારા આત્મસાક્ષાત્કાર મોક્ષમાં ઉપયોગી છે.
છે અર્થાત્ ઉત્તરકાળ દુઃખનું અધિકરણ બનતો નથી. ઉત્તરકાળ દુઃખાભાવની પ્રતિયોગિતાનું અનધિકરણ છે. આવો અર્થ છે. ન્યાયભાષ્ય વગેરેમાં માનન્દ્ર ઇત્યાદિ શ્રુતિનું આવું અર્થઘટન કર્યું છે.
(૩૩) વિવરણ –મુક્તિના સ્વરૂપની ચર્ચા કર્યા બાદ ગદાધર મુક્તિના કારણની ચર્ચાનો પ્રારંભ કરે છે. આત્મ-તત્ત્વ-જ્ઞાન મુક્તિનું કારણ છે.
પ્રશ્ન –આત્માનું જ્ઞાન મુક્તિમાં કારણ છે તેનું પ્રમાણ શું છે?
જવાબ:–તેમાં શ્રુતિ પ્રમાણ છે. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવક્ય ઋષિ પોતાની મુમુક્ષુ ભાર્યા મૈત્રેયીને ઉપદેશ રૂપમાં આ શ્રુતિ કહે છે માત્મા વારે’.. “આત્માનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિદિધ્યાસન કરવું જોઈએ, તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. આ જ ખરું અમૃત છે.” આ પ્રમાણે શ્રુતિનો અર્થ છે. આ શ્રુતિમાં તાવત્ પદનો અર્થ શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કારરૂપ જ્ઞાન છે. ‘મૃતત્વમ્' પદનો અર્થ મોક્ષનું કારણ એવો છે. આ અર્થ લક્ષણાથી પ્રાપ્ત છે વૈ પ્રાપI:' આ સ્થળે પ્રાણ પદનો અર્થ પ્રાણહેતુ કરવામાં આવે છે તેમ અહીં સમજી લેવું. આમ આ શ્રુતિ તત્ત્વજ્ઞાનને મોક્ષનું કારણ જણાવે છે. અહીં શ્રવણ, મનન અને નિદિધ્યાસન મોક્ષના પરંપરાએ કારણ છે. સાક્ષાત્કાર સાક્ષાત્કારણ છે ‘વ’ પદ સાહિત્ય અને સમુચ્ચયનો વાચક છે. છતાં આ ચારે જ્ઞાન એક સાથે સંભવી શકતા નથી અને મનન વગેરેથી મિથ્યાવાસનાનો નાશ થતો નથી માટે સાક્ષાત્કારને જ પ્રધાન કારણ માનવામાં આવે છે. શ્રવણાદિ આત્મસાક્ષાત્કાર દ્વારા કારણ બને છે. આ જ વાતને તત્ર વારમ્ ઇત્યાદિ ગ્રંથથી સ્પષ્ટ કરી છે. શ્રવણ વગેરે જન્ય જ્ઞાનો શાબ્દબોધાદિ રૂપ છે. તે જ્ઞાનો દેહ અને આત્માની અભેદ બુદ્ધિના પ્રતિબંધક બનતા નથી. સ્પષ્ટ છે કે દેહાત્મબુદ્ધિ મિથ્યા છે. તેમ જ આ મિથ્થાબુદ્ધિ જન્ય વાસનાનો નાશ પણ કરી શકતા નથી. દોષ
કારણ છે. શ્રુતિમાં