________________
मुक्तिवादः
(३१) तन्न मनोरमम् । तन्मतेऽपि दुःखात्यन्तविमोक्षस्य दुःखसाधनदुरितात्यन्तनिवृत्तेर्वा मोक्षदशायामावश्यकत्वेन तत्र तत्त्वज्ञानहेतुताया अपि तथात्वे आत्यन्तिकदुःखादिनिवृत्तेरेव मोक्षरूपताया उचितत्वात्, नित्यसुखे तत्साक्षात्कारादिकल्पनाया एव गौरवपराहतत्वात् ।
(३२) 'आनन्दं ब्रह्मणो रूपम्' इत्यत्र आनन्दपदं दुःखविरहार्थकमेव 'मोक्षे प्रतिष्ठितम्' इत्यस्य सवासनमिथ्याज्ञानस्य निवृत्तावुत्तरावधिरहितं सत् स्थितमित्यर्थः ।
(૩૧) શબ્દાર્થ –આ મત સારો નથી. કારણ કે તે મતમાં પણ મોક્ષદશામાં દુઃખનો આત્યંતિક નાશ અથવા દુઃખના સાધન દુરિતની અત્યંત નિવૃત્તિ થવી આવશ્યક છે. તેમાં તત્ત્વજ્ઞાનને કારણે માનવું પણ આવશ્યક છે. આ સ્થિતિમાં આત્યંતિક દુઃખ વગેરેની નિવૃત્તિ જ મોક્ષ રૂપ હોય તે ઉચિત છે. નિત્ય સુખમાં તેના સાક્ષાત્કાર વગેરેની કલ્પના ગૌરવથી હણાયેલી છે.
(૩૨) શબ્દાર્થ – માનન્દ્ર વ્રતળો ' આ શ્રુતિમાં સાનંદ્ર પદનો અર્થ દુઃખાભાવ જ છે. મોક્ષે પ્રતિષ્ઠિત આ પદોનો અર્થ છે–વાસના સહિતનું મિથ્યાજ્ઞાન નિવૃત્ત થતાં ઉત્તરકાળની અવધિ રહિત જે સ્થિત છે.
(૩૧) વિવરણ :–વિસ્તૃત ભટ્ટમતનું ખંડન પ્રસ્તુત છે. ભટ્ટમતમાં મોક્ષ અવસ્થામાં દુઃખનો અભાવ અને સુખ બને છે. નૈયાયિકની દલીલ એ છે કે–જો મોક્ષમાં આ બે માંથી દુઃખાભાવ અને સુખ) એકને જ માનવો હોય તો જે આવશ્યક તે જ મોક્ષરૂપ માનવો. સુખ અને દુઃખાભાવ આ બેમાં મોક્ષમાં દુ:ખાભાવ આવશ્યક છે. અથવા દુ:ખનું કારણ દુરિતનો અભાવ માનવો આવશ્યક છે. તત્ત્વજ્ઞાનને દુ:ખાભાવના કારણ તરીકે માનવું પણ આવશ્યક છે. તત્ત્વજ્ઞાન નિત્યસુખના સાક્ષાત્કારનું કારણ નથી. આમ કારણ અને સ્વરૂપ બંને દૃષ્ટિએ મોક્ષમાં આત્યંતિક દુ:ખવિનાશ માનવો જ ઉચિત છે.
પ્રશ્ન :–દુઃખાભાવની સાથે નિત્યસુખ માનવામાં શું દોષ છે ?
જવાબ :-જે આવશ્યક ન હોય તેને માનવામાં ગૌરવ હોય છે. મોક્ષમાં નિત્ય સુખ માનીએ તો તેનો સાક્ષાત્કાર માનવો પડે છે. દુઃખાભાવના સાક્ષાત્કારની જરૂર નથી. તે તે સાક્ષાત્કાર વ્યક્તિનો નાશ, તેની ધારાને અખંડ માનવી પડે. આ બધું ગૌરવગ્રસ્ત છે.
(૩૨) વિવરણ :–ભટ્ટ તરફથી પ્રશ્ન થઈ શકે કે–મોક્ષમાં જો સુખ ન હોય તો ‘માનન્દ્ર વૃક્ષો તત્ત્વ મોક્ષે પ્રતિષ્ઠિતમ્' આ શ્રુતિનો વિરોધ થશે. આ શ્રુતિ સુખને બ્રહ્મનું સ્વરૂપ દર્શાવે છે અને સ્પષ્ટ કરે છે કે સુખ સ્વરૂપ મોક્ષમાં પ્રતિષ્ઠિત છે.
આ પ્રશ્નનો જવાબ નૈયાયિક એ રીતે આપે છે કે ઉપરોક્ત શ્રુતિમાં માનન્દ્ર પદનો અર્થ સુખ નથી પણ દુઃખાભાવ છે.
પ્રશ્ન –જો આનંદ્ર પદનો અર્થ દુઃખાભાવ કરશો તો મોક્ષ પ્રતિષ્ઠિતમ્ આ પદોનો અન્વય કેવી રીતે કરશો? અભાવની પ્રતિષ્ઠા કેવી રીતે થઈ શકે ?
જવાબ :-આ શ્રુતિમાં પ્રતિષ્ઠિતમ્ પદનો અર્થ પણ અલગ છે. ‘ઉત્તરાવધિ રહિત એવો તેનો અર્થ છે. વાસના અને મિથ્યાજ્ઞાન દુ:ખના કારણ છે. તેની નિવૃત્તિ થતા ઉત્તરકાળમાં દુ:ખની પણ નિવૃત્તિ રહે