Book Title: Mohanlalji Arddhshatabdi Smarak Granth
Author(s): Mrugendramuni
Publisher: Mohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
View full book text
________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ , જ્ઞાનરૂપમાં ઘટાવી વિચાર્યું કે કાલરૂપ કાળો નાગ અંતે તે અન્ય જીવની માફક મારો પણ કેળિયો કરી જવાને. યતિજ વિચારવા લાગ્યા કે જીવનનો કાલ તો મર્યાદિત હોય છે, અને કાર્ય તે અનેક કરવાનાં છે. એવામાં બહારથી આવેલ એક યાત્રિક યતિજીને વાંદવા આવ્યા. યાત્રિકને વંદનાની ક્રિયા અટકાવતાં યતિજીએ કહ્યું: “મહાનુભવ! મારે આત્મા હજુ વંદન કરાવવાને યોગ્ય થયે નથી, માટે વંદન કરી મને પાપમાં ન નાખ.” કેવી સરલતા! કેટલી નિઃસ્પૃહતા!
આત્મમંથનના અંતે તેમણે યતિજીવનને તિલાંજલી આપી અને પિતે સંધસમક્ષ ક્રિોદ્ધારપૂર્વક શ્રી સુખસૂરિજીના શિષ્ય તરીકે સંવેગીપણું રવીકારી લીધું. જીવનમાં આમ ક્રાંતિ આવી, અને મેહના યતિ હવે મુનિ મેહનલાલજી બન્યા.
૪– કોણ અનાથ? કેણ સનાથ? યતિજીના પલટાએલા જીવને તે વખતના કાશીનરેશ પર ભારે અસર કરી. કાશીનરેશને લાગ્યું કે યતિએ આ શું કર્યું ? સુખ અને આરામવાળા જીવનનો ત્યાગ કરી દુઃખદ પરિષહે સહન કરવાનો ધર્મ સ્વીકારવાનો અર્થ શું છે? નિરાધાર અને અસહાય અવ્યવસ્થાના કારણે મેહનયતિએ આ પગલું ભર્યું હશે, એમ વિચારી કાશીનરેશ મુનિ મોહનલાલજી પાસે જઈ પહોંચ્યા અને કહ્યું: “આપની એકે એક સગવડતા પૂરી કરવા હું તૈયાર છું, માટે આપે ગ્રહણ કરેલ આ કષ્ટ માગ વાળો ધર્મ છેડી દે, અને મારા રાજમહેલમાં આવી જવું. મુનિ મોહનલાલજી કાશીનરેશની વાત સાંભળી મુક્ત કઠે હસી પડયા, પણ પછી ગંભીર ભાવે કહ્યું: “રાજન ! આ જગતમાં બધાં જ અનાથ છે, અને કઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિનો નાથ નથી બની શકતી. મારી સગવડતા તો એક બાજુએ રહી, પણ તમે પોતે પણ નિરાધાર છો. વિચાર કરો, માનવીનું આયુષ્ય ઝપાટાબંધ પસાર થઈ જાય છે, તેમાં કોઈ એક પળને પણ વધારે કરી શકતું નથી. આમ છતાં, આ બાબતમાં આપ ગેરન્ટી આપે કે મારી ઈચ્છા મુજબ આપ મારું આયુષ્ય વધારી આપશે, તે તમારી વિનંતિ માન્ય કરવા હું તૈયાર છું. કાશીનરેશને મુનિજીની વાત સાચી લાગી, અને સંસારની અનિત્યતા અને પોકળતા વિષે પણ ખાતરી થઈ.
તે પછી મુનિ મોહનલાલજી જોધપુર આવ્યા અને ત્યાંની પ્રજામાં પ્રચલિત એવા અનેક કુરિવાજો જેવા કે કન્યાવિક્રય, ભક્યાભઠ્ય સંબંધનું અજ્ઞાન વગેરે દૂર કરાવ્યાં. - શીરોહીનરેશ કેશરીસિંહજી પર પણ મુનિરાજનો જબ્બર પ્રભાવ પડે અને તેના રાજ્યમાં પણ અનેક સુધારાઓ દાખલ કરાવ્યા. મુનિરાજની વિદાય વખતે પણ શીહીનરેશે કોઈ પણ સેવા માગી લેવા વિનંતિ કરી, ત્યારે ભવ્ય મુનિરાજે કઈ પણ ભૌતિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org