________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિનોત્રી
ર૦૭"
ખરેખર પૂર્વભવની ઐયરૂપ સંસ્કારી મિત્રતા એવા પ્રકારની હેય છે કે જે મિત્રતા ગમે તેવાં કેટ વિનામાં પણ એકરસ રૂપ રહે છે. સ્વાર્થતા જ્યાં આડે આવતી નથી, જ્યાં હદયદત્તા કદાપિ થતી નથી, શરીર, મન, વાણીનાં જ્યાં બહાણને જ્યાં કુદ્રત સં. સ્કારી મિત્રતામાં વિતરૂપ થતાં નથી, એવી મિત્રતા પરસ્પર મિત્રમાં થવી દુર્લભ છે. દિવ્ય જીવનવાળા જ્ઞાનીઓને એવી મિત્રતાની પ્રાપ્તિ થાય છે. કુક્ત મિત્રતાની જોડ મળજથી સંસારને સ્વર્ગ બનાવી શ કાય છે. બાજરીને ટલે, ઝુંપદ્ધ, અલ્પ ધન આદિથી જ્યાં બાહ્ય જીવન વહેતું હોય છતાં જ્ઞાનપૂર્વક પ્રભુમય જીવન કરનારી એવા મિત્રેની મિત્રતામાં દિવસ જાય છે, ત્યાં સ્વર્ગીય સુખને અનુભવ આવે છે. અવિચળ સત્યમિત્રથી સ્વય સુખનો અનુભવ આવે છે. પરસ્પર મિત્ર બનીને નકામી શૃંગારિક જમાની વાતચિતમાં જીવન ગાળવું જોઈએ નહીં. મિત્રેના નામે કલબ ઉધાર્થ વા મળ ઉઘાડી ખાવાપીવામાં વા તડાકા મારવામાં નકામું જીવન ગાળવાથી સ્વાપરવું કલ્યાણ થતું નથી. મિત્રો બનીને એક બીજાના ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. દેશને, સમાજને, નાતને ફાયદો થાય અને અન્ય છાનું કલ્યાણ કરી શકાય એવા વિચારને અને આચારેને સેવવા જોઈએ. મિત્ર બનીને નકામી રમતોમાં જીવન ગાળવું ન જોઈએ. દેશદ્રષ્ટાંતે દુર્લભ એવો મનુષ્યાવતાર પામીને પરસ્પર મિત્રોએ આ (માની શુદ્ધતા થાય, અને અન્ય જીવોના ભલામાં ભાગ લેવાય એવી શુભ કર્મવેગની પ્રવૃત્તિ સેવવી જોઈએ. એવી સૂચના અન્ન પ્રસંગે પાર કરવામાં આવે છે. જ્યાં પરસ્પર આત્માની શુદ્ધતા છે, ત્યાં સત્યમિત્રતા સદાકાલ માટે કાયમ રહે છે, અને એવી મિત્રતાની ગાંકથી સધાયલા મિત્રે સર્વ જીવેના ભલામાં ભાગ લઈ શકે છે. આ ત્મામાં શુદ્ધબુદ્ધિ ઉત્પન્ન કરવા જોઈએ. મિત્રની પરસ્પર શુભ ફરજ અદા કરવાની નિષ્કામ પ્રવૃત્તિને દરરોજ સેવવાથી હૃદયમાં શુદ્ધબુદ્ધિ કાયમ રહે છે. સત્યમિત્રેનાં આખ્યાને સાંભળવાથી સત્યમિત્રબુદ્ધિ કાયમ રહે છે, માટે કર્મયેગી મિત્રોએ નિષ્કામ બુદ્ધિથી અવિચળ મિત્રની મૈત્રી સંરક્ષવી જોઈએ.
For Private And Personal Use Only