________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ચાહનાર પિતેજ અને હલકો પડે છે, અને સજજન મિત્ર સુવર્ણની પેઠે જગમાં કસાઈને સર્વત્ર માન, કીર્તિ, પ્રતિષ્ઠા પામે છે.
પ્રસંગ આવે મિત્ર પરખાય છે. અવસર આવ્યા વણુ કદિ, મિત્ર નહીં પરખાય; કાક પિક પરખાય છે, વસંત આવે ન્યાય, ર૭
વિવેચન –જેમ જેમ માણસને પરિચય વધતું જાય છે. વખતના વહન સાથે ગાઢ સંબંધ બંધાતે જાય છે. તેમ તેમ માણસના સ્વભાવની તેની બુદ્ધિની–તેની શક્તિની કીંમત થાય છે. સમય, સત્ય અને અસત્ય વસ્તુને જગતમાં પ્રકાશ્યા વગર રહેતું નથી. તેથીજ સમયની બલિહારી ગણાય છે. વખત વીતતાં સારા સ્વભાવનું, ઉદાર દિલનું, નિઃસ્વાર્થ વૃત્તિનું, શુદ્ધ પ્રેમનું, નીચ સ્વભાવનું, કંજુસ મનનું, સ્વાર્થવૃત્તિનું અને અશુદ્ધ પ્રેમનું ભાન થાય છે. સારી વા બેટી લાગણીઓ પ્રમાણે મિત્રતા ઘટ્ટ થાય છે વા તુટે છે. જેવી રીતે વસંત ઋતુ આવતાં સ્વરથી કાગડાનું તથા કેયલનું ભાન થાય છે તેવી રીતે નીચ વા ઉંચ મિત્ર પ્રસંગે પ્રગટ થાય છે. જેવી રીતે અગ્નિથી સેનાની, સદાચરણથી સંપુરૂષની, ભયથી ગુરાની, નાણાની ભીડમાં ધીર મનુષ્યની તેવી જ રીતે દુખ તથા ભયને વખતે મિની અને શત્રુઓની કીંમત સમજાય છે.
'વિપત્તિના પ્રસંગોમાં મિત્રોની પરીક્ષા થાય છે. વસંત તમાં અને વર્ણમાં શ્યામ રંગી એવા કાગડા અને કોયલની પરીક્ષા થાય છે. ગુરૂજી કયે છે કે –
પ્રસંગ પડે પરખાચરે, કેણુ પિતાનું ન્યારું; સુવર્ણ કસોટી ઘસાયરે, ત્યારે પરખાય સારૂં. પ્રસંગ. ૧ મુખ મીઠાને હાલે રાતા, બહુલા લોક જણાતા; ડાકલ ડુકીયા ઘાલ ઘુસણિયા, લેટપુ બહુ થાતા. કેશુ. પ્ર. ૨ હૈયુનિજનું હાથ રહે નહીં, તુલ્ય જ સારૂં નઠારું; કરતા પણ સમી નિજવૃત્તિ, બેલે ન બંધ જણાતા કે, પ્ર. ૩
For Private And Personal Use Only