________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ઉ૫
બાકી રાખ્યું નહોતું. ગજસુકુમાલની સાથે તેના સસરાએ દુર્જનતા કરવામાં બાકી રાખી નહોતી. પિતાના ભાઈઓ સાથે દુર્જનતા કરવામાં એરગખં પ્રથમ નંબરને હતે. પ્રતાપ રાણાની સાથે કેટલાક રાજપુતોએ દુર્જનતા કરી હતી. કહેવાને સાર એ છે કે મહા પુરૂષની સાથે દુર્જનેએ દુર્જનતા કરવામાં કચ્ચાશ રાખી નથી. નરસિંહ મહેતાની સાથે તેની ભાભીએ દુર્જનતા કરવામાં કચ્ચાશ રાખી નહતી. દુર્જન મિત્ર પોતાના સજજન મિત્રોની સાથે દુર્જન નતા કરવામાં કચાશ રાખતા નથી. પરંતુ તેથી સજજને પિતાની સજજનતાને ત્યાગ કરતા નથી. ચંદ્ર અને રાહુ પિતા પોતાને સ્વભાવ બજાવ્યા કરે છે.
પૂર્ણ પરીક્ષા કર્યા વિના મિત્ર કરવામાં મહા દુખ છે. પૂર્ણ પરીક્ષા વણુ કદી, કરે ન જ કે મિત્ર; દુખ નહીં જગતે સમું, મિત્ર અને જે અમિત્ર. ૪૬
વિવેચન –માટે મિત્ર કરતાં પહેલાં તે તેની પૂરેપૂરી પરીક્ષા કરવી જોઈએ. તેના સ્વભાવને, તેની વાંચનાઓને, તેની વૃત્તિને અનુભવ મેળવવું જોઈએ. જ્યાં સુધી હૃદયમાં રહેલી શુદ્ધ ચૈતન્યશક્તિને તેના સારાપણુને વિશ્વાસ ન થાય, ત્યાં સુધી તે મિત્ર થવાને કવિ લાયક ગણી શકાય નહીં કે જે એક વખત આપણા જીવનને સાક્ષી ગણાય છે. જે આપણાં સુખ અને દુઃખની વાતને ઉત્તમ ખજાનો ખાલી કરવાનું સ્થાન છે, અને જે આપણું વિશ્વાસુ હૃદય છે, જે તે હૃદય અવિશ્વાસુ અને નીચ માલુમ પડે તે હૃદયમાં ઉ આઘાત થાય છે અને દુખને ઉત્પન્ન કરવાનું કારણ થાય છે અને નાહક તેને કીડે જેમ કાષ્ઠને ફોલી ખાય છે તેમ તેની યાદી હદયને લી ખાય છે.
यो मित्रं कुरुते मूढ, आत्मनोऽसदृशं कुधीः हीनं वाप्यधिकं वापि । हास्यतां यात्वसौजना।
For Private And Personal Use Only