________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મિત્રમૈત્રી.
મિત્રના સર્વ શુભાશુભ વિચારીને જે જાણી શકતા નથી, તે હાનિકારક મિત્ર જાણવા. તેવા મિત્રથી હાનિ થાય છે. કારણ કે તે મિત્રની દશા, અવસર, શકિત, દેશ, સ્થિતિ, વગેરેના જ્ઞાતા ન હેાવાથી મિત્રને હાનિ થાય તેવી પ્રવૃત્તિને કરી શકે છે; અવસર દશા જાણ્યા વિના મિત્રની પાસેથી સાહાચ્ય માગવા ઇચ્છે છે, તેથી મિત્રને હાનિ થાય છે, અવસર દશા શકિત દેશ આદિના જ્ઞાન વિના તે મિત્રને હાનિકારક બનાવાથી મુકત કરી શકતા નથી. તેમજ તે પેાતાના આત્માને પણ હાનિકારક પ્રસ’ગોથી મુકત કરી શકતા નથી. મિત્રની દશા તેની આધ્યાત્મિક વિચાર સકલનાને જાણ્યા વિના તે મિત્રના શ્રેયમાં ભાગ લેઈ શકતા નથી. ઉલટુ એવા અબુદ્ધમિત્રથી હાનિકારક પ્રવૃત્તિયામાં ભાગ લેઈ શકાય છે. માટે એવા મનુષ્યને મિત્ર કરવા ન જોઈએ. મિત્રનુ હૃદય ન સમજે તે મિત્ર નથી, મિત્રની ચડતી પડતીના પ્રસગો ન સમજે તે મિત્ર થવા લાયક નથી. મિત્રને જે માજ શાખમાં અને વ્યસનામાં પ્રવૃત્તિ કરાવે છે તે હાનિકારક મિત્ર છે.
હસ અને સિ’હું સમ મિત્ર લક્ષણ કહે છે.
કાર્ક સમા મિત્રો ઘણા, શ્વાનસમાજ હજાર; વિરલ હ સ ને સિંહ સમ, સહાત્મ્ય શક્તિ દેનાર ૯૬
વિવેચનઃ-આ જગતમાં દરેક વ્યક્તિયાને પાતાની જીદગીમાં અનેક મિત્રા મળે છે, પેાતાનું યથાર્થ કાર્યાં સિદ્ધ નથવાથી તેજ પાછા શત્રુ સમાન અને છે. કોઇ વખત એકાદ વ્યક્તિને એવા પણ મિત્ર મળી આવે છે કે પેાતાના જાન માલ, તન, મન, ધન, સગાવહાલાં, બૈરી છોકરાં માબાપની પરવા નહિ કરતાં દરેક કાર્ય માં સ્વાત્મા શુ કરે છે તે તેવા મિત્રાને અનેકવાર ધન્યવાદ આપવા તે આપણી ફરજ છે. તેમ તેવા મિત્રાનુ’ જીવન પણ આદરૂપ છે. અક્સાસ માત્ર એટલેજ છે કે જગતમાં ઉપર કથિત સાચા મિત્ર મળવા મુશ્કેલ છે. તેથીજ ઉપર કાવ્ય કથિત ઉપદેશ યથાય છે. આ જગતમાં ઘણા મિત્ર કાફ સમાનજ મળે છે, તેમજ કેટલીક વખત તેવા પણ મિત્રે જોામાં
For Private And Personal Use Only