________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
મિત્રમૈત્રી:
મૂર્ખ. ૯ ગમ ખાવા વખતે ધમધમાં કરી મૂકે તે મૂર્ખ. ૧૦ શક્તિ સાહાસ્યની તુલના કર્યા વિના પ્રવૃત્તિ કરે તે મૂર્ખ. ૧૧ આવક કરતાં વિશેષ ખર્ચ કરે તે મૂર્ખ. ૧૨ સત્ય જાણ્યા છતાં કદાગ્રહ કરે તે મૂર્ખ. ૧૩ ગુરૂજનેને વિનય ન કરે તે મૂર્ખ. ૧૪ ઉપકારીને ઉપકાર ન જાણે તે મૂર્ખ. ૧૫ સર્વની સાથે કેવી રીતે વર્તવું તે ન જાણે તે મૂર્ખ. ૧૬ વિવાહની વરશી કરે તે મૂર્ખ. ૧૭ રંગ વખતે જગ કરે તે મૂર્ખ. ૧૮ પિતાનું અને પારકું ન જાણે તે મૂર્ખ. ૧૯ અન્ય મનુષ્યની ચેષ્ટાઓથી તેઓના વિચારેને ન પારખે તે મૂર્ખ. ૨૦ ભણ્યા છતાં ગણતાં ન શિખે તે મૂર્ખ. ૨૧ સભ્યમનુષ્યની સભામાં પ્રસંગ વિના બોલે તે મૂર્ખ. ૨૨ જ્ઞાની અને અજ્ઞાનીને ન પારખી શકે તે મૂર્ખ. ૨૩ ધર્મ અને અધર્મને ન પારખે તે મૂર્ખ. ૨૪ બેસતાં ઉઠતાં વિવેક ન રાખે તે મૂર્ખ. ૨૫ ખાતાં પીતાં વિવેક ન રાખે તે મૂર્ખ. ૨૬ વ્યવહાચિતદક્ષતા ન જાળવે તે મૂર્ખ. ૨૭ દાંતે દેખાઈ હસે તે મૂર્ખ. ૨૮ મેટાઓની શિખામણોને ન માને તે મૂર્ખ. ૨૯ વાનર ચેષ્ટા કરે તે મૂર્ખ. ૩૦ સમજ્યા વિના ડહાપણ કરે તે મૂર્ખ. ૩૧ હિતસ્વીઓના સામે થાય તે મૂર્ખ. ૩૨ નમ્રતા વખતે વકતા ધારે તે મૂખ. ૩૩ મનની તુચ્છતાને દેખાડે તે મૂર્ખ. ઇત્યાદિ સેંકડે હજારે મૂખંજનનાં અપલક્ષણ છે તેને સમજીને મૂખંની સાથે મૈત્રી ન બાંધવી.
મૂઢ મનુષ્ય મિત્ર બની શકતું નથી. મૂઢ મિત્ર ના હોય છે, હેય ન નૃપતિ મિત્ર; દુર્જન સંત ન હોય છે, ગુદા ન હોય પવિત્ર. ૩૪
વિવેચન –મૂઢ મનુષ્ય મિત્ર થવાને લાયક ગણતો નથી, કારણ કે પિતાની મૂઢતાને લીધે મિત્રની કીતિને બટ્ટો લગાડ્યા વગર રહેતા નથી. વળી રાજા પણ મિત્ર થવાને લાયક ગણુત નથી. કહેવત છે કે, “રાજા, વાજા ને વાંદરાં” એ ત્રણે સરખા હોય છે. રાજપતિ હમેશા કાનને કા હોય છે, અને કોઈ પણ માણસના ભરમાવ્યાથી ભરમાઈ જાય છે. આથી તેના સંબંધીઓને કઈ વખત જીવનું જે
For Private And Personal Use Only