Book Title: Mari Mangalyatra Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 5
________________ આ વિષે યોગસંયોગ લખ્યા તેમાં પણ અલ્પોક્તિ કે અતિશયોક્તિ થઈ હશે. ક્યાંક દોષદર્શન થયું હશે ! વળી વિદ્ધતુજનો, સાધકો, અને સાધુસંતોનો પરિચય તથા ઉપદેશવચનોના ઉલ્લેખમાં અવિવેક થયો હશે ? છતાં સૌના સદૂભાવથી, મારા મનની સદ્ભયતાથી, સૌ પ્રત્યે આદરભાવથી લખ્યું છે તેવી મારી સમજ સૌ સ્વીકારજો. છતાં કંઈ ક્ષતિ લાગે તો તેને વ્યક્તિરૂપે ન લેતા સમગ્રભાવે નિહાળજો, સાથે ક્ષમાભાવ રાખવા વિનંતિ છે. મારા પુસ્તકો વીસેક વર્ષથી લગભગ ભગવતી પ્રેસમાં શ્રી રોહિતભાઈ કોઠારીના માર્ગદર્શનથી પ્રકાશિત થતા. દરેક રીતે સુંદર અને સંતોષજનક કાર્ય થતું હતું. આ વખતે અમારા સત્સંગી જ્યોતિબહેન સાથે તેમના પતિ પરાગભાઈ સત્સંગમાં આવતા. તેમણે જાણ્યું કે હું મારી મંગલયાત્રા લખી રહી છું. એકવાર કહે કે “આ પુસ્તકનો લાભ મને આપો.' મેં કહ્યું કે, લાભ આપું અને કામ આપું જેથી બંનેની ભાવના જળવાય ને ! તમે સત્સંગી છો એટલે આદપ્રેમથી કરશો તે લાભ છે. વળી તમારા પરિચયમાં તમારી કુશળતા વર્તાય છે. એટલે કાર્ય ઉત્તમ રીતે થશે તેનો વિશ્વાસ છે. ખરેખર તેમ જ થયું તેઓ સત્સંગના માધ્યમથી પરિચિત છે. એટલે આ લેખનમાં તેમના સૂચનો ઉપયોગી થયા. આ કાર્યમાં તેમની કુશળતાને કારણે પૂરા પુસ્તકમાં કયાં શું ફેરફાર કરવા, વળી પુસ્તકદર્શન જનસમાજના નેત્રોને નિહાળવું ગમે તેવી રચના કરવી તેનો શ્રમ તેમણે કર્યો તેથી પુસ્તક સાયંત સુંદર રીતે પ્રકાશિત થયું છે. તે માટે દંપતિને અભિવાદન આપું છું. આ યાત્રામાં વિવિધરૂપે યાત્રી બનેલા સૌનું અભિવાદન કરું છું. કોઈએ પત્રરૂપે પોતાના ભાવનું સહેજે લેખન કર્યું. કોઈએ લખવા પ્રેરણા કરી, કોઈ સ્વજનોએ પ્રસંગો દ્વારા યાત્રામાં સાથ આપ્યો. કોઈએ યોગદાન કર્યું. સાધકોએ સાથ આપ્યો અને સાધુ-ગુરુજનો એ તો શુભાશીષ દ્વારા કૃપા જ વરસાવી. આથી અંતમાં કહ્યું કે આમાં મારા કશું નહિ એટલે સૌનું સૌને અર્પણ કરી વિરમું છું. આગળ મળીએ છીએ. - સુનંદાબહેન વોહોરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 412