Book Title: Mari Mangalyatra Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal Parivar View full book textPage 4
________________ સ્વિજન મિત્રોને સંબોધન (સૌ પ્રથમ વાંચવા યોગ્ય) વાસ્તવમાં જીવન એ યાત્રા જ છે, જીવનના ચક્રો જેમાં ગતિ-પ્રગતિમાન રહ્યા છે. એટલે મેં આગળ જણાવ્યું છે કે આ ધર્મકથા કે પરાક્રમ કથા નથી, પરંતુ સાંસારિક અને આધ્યાત્મિક જીવનના અનુભવો છે. વળી આ લેખનમાં કેવળ મારા સાંસારિક જીવનના સુખદ્ દુઃખદ્ પ્રસંગો છે એટલું જ નહિ પરંતુ વિવિધ સાધુ-ગુરુજનીના પરિચય સાથે બોધવચનો છે. પંડિતજનોના જીવનનો જીવંત સંદેશ છે. સાધકોની સાધના માર્ગની ઉત્તમ ઝલક છે. સામાજિક રીતે દીન દુઃખી માનવોની કથની છે. મંગલયાત્રાના આ વિવિધ પાસાઓ છે. તે લગભગ પ્રગતિશીલ રહ્યા છે, તેનું કારણ તેમાં પ્રારંભથી જ સંતકૃપા મળી છે. વાચક મિત્રોને એક સૂચન કે પુસ્તકનું મોટું કદ જોઈ મુંઝાતા નહિ તમે તે કદને નાનું બનાવી શકો છો. એ માટે પ્રથમ અનુક્રમ જોઈ લેજો. પછી તમારી રસરૂચિ પ્રમાણે વિષય નક્કી કરજો. ભોજન સમારંભમાં પૂરી થાળી પીરસેલી મને કોઈ પૂરું ભોજન આરોગે, કોઈ અમૂક વસ્તુ પસંદ કરી પ્રેમપૂર્વક આરોગે, બસ તમારે એવું કરવાનું છે. આ પુસ્તક તમારા સૌના “બહેન'નાં જીવનનું તારણ છે. એટલે બહેનથી પરિચિત છો તો આ પુસ્તક તમને બોલતું લાગશે. તેમાં તમે સૌએ જે યોગદાન કર્યું છે તેનું મને હાર્દિક મૂલ્ય છે. પરંતુ તેના કરતા વિશેષ તમે તેને વાંચશો, વિચારશો, વિનિમય કરશો તેનો મને આનંદ છે અને રહેશે. હવે આપણે કયારેક પ્રત્યક્ષ મળશું. પરંતુ તમારા પાસે મારું પૂરું જીવન શબ્દ-શ્રતરૂપે મળે છે. મારી તરફના સભાવની જેમ પુસ્તક સાથે પરિચય રાખશો તો આનંદ થશે. તેમાં સંતોની સરવાણીને પુનઃ પુનઃ ઘૂંટજો. ગુરુજનોએ ધર્મનો મર્મ હાર્દિકપણે જણાવ્યો છે, તેનું માત્ર અત્રે આચમન મૂક્યું છે. અત્યાર સુધીમાં પચાસ જેવા પુસ્તકો લખ્યા તેમાં ઘણી સહજતા અને સરળતા રહી. આ પુસ્તકમાં કયારેક વિકલ્પ ઉઠતો કે કયાંય અલ્પોકિત કે અતિશયોક્તિ થઈ હશે? જે જે વ્યક્તિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 412