Book Title: Mara Mahavir Tara Mahavir Author(s): Rohit A Shah Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 6
________________ આ મોટાભાગે સાધુઓ જ છે. ભવિષ્યનો શાણો જૈનસમાજ આવા વાડાબંધીવાળા સાધુઓની ઉપેક્ષા કરતો થશે તો એ માટે સાધુઓ પોતે તે જ જવાબદાર હશે. જૈનોની એકતાની વાતો કરવી અને એકતા માટે નિષ્ઠાપૂર્વક સમર્પિત થવું આ બે વચ્ચે આભ-અવનિનું અંતર છે. “સામેની વ્યક્તિ સાચી હોઈ શકે એવા અનેકાંતના ઉજાસમાં મહાવીરને પામવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. મહાવીર જો મળે તો સંવાદમાં જ મળે વિવાદમાં નહિ, મૈત્રીમાં જ મળે વૈમનસ્યમાં નહિ, સાધનામાં જ મળે આડંબરમાં નહિ, દિલમાં જ મળે દેરાસરમાં નહિ. મહાવીરને પામવાની સાચી મથામણનો પ્રારંભ જૈનોની એકતા દ્વારા જ થઈ શકશે. આપણે “મારા મહાવીર', “તારા, મહાવીર' એવા વિભાજનમાં મહાવીરને શોધવાના ઉધામા કરીએ તો, મહાવીરથી વધારે વેગળા જ થઈ જઈએ... કોણ સાચું અને કોણ ખોટું એવો વિવાદ જે મૂરખાઓને કરવો હોય તે ભલે કરે, આપણે મારા મહાવીર- તારા મહાવીરનો વિવાદ મૂકી દઈને “સૌના મહાવીર' એ સત્યનું સ્વાગત કરીએ... જૈનોની એકતા ન સાધી શકાય તો હજારો નવાં જિનાલયોનું નિર્માણ અને હજારો આવાં પુસ્તકોનું પ્રકાશન અને હજારો સાધુઓનાં હજારો વ્યાખ્યાનો તથા અગણિત તપસ્યાઓ, વરઘોડા બધું જ સાવ ફોગટ છે, મિથ્યા છે એવું હું નમ્ર છતાં દઢપણે માનું છું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114