Book Title: Manno Mediclaim Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 4
________________ પ્રાસ્તાવિકમ્ સોનાની લગડીમાંથી કોઈ લોખંડની ખીલી બનાવી શકતું નથી. લોખંડના ટુકડામાંથી કોઈ સોનાની વીંટી બનાવી શકતું નથી. કાચા માલ અને પાકા માલ વચ્ચે આકારનો ફરક હોઈ શકે પણ પ્રકારનો ફરક ક્યારેય પડી શકે નહીં. પરિસ્થિતિ એ કાચો માલ છે. મનઃસ્થિતિ એ પાકો માલ છે. પણ, માનવ મન એક ગજબનું મશીન છે. તે ગમે તેવા માલમાંથી ધારે તેવી વસ્તુ બનાવી શકે છે. મન ધારે તો અવળી પરિસ્થિતિના લોખંડી ટુકડામાંથી શુભ મનઃસ્થિતિની સુવર્ણમુદ્રિકા પણ સર્જી શકે છે. મન ધારે તો સમૃદ્ધ પરિસ્થિતિના ચળકતા સુવર્ણમાંથી અશુભ મનઃસ્થિતિનો અણીદાર ખીલો પણ બનાવી શકે છે. આપણે સહુ આવું શક્તિશાળી મન લઈને બેઠા છીએ. એટલે આ યંત્રણાને કઈ તરફ કાર્યશીલ કરવી એ અંગેની સમજદારી અને સાવધાની ખૂબ જરૂરી છે. Best out of Waste એ આવતીકાલની ઉત્પાદન શૈલીનો નવો ટ્રેન્ડ બની રહ્યો છે. વિપરીત, વિષમ અને વિકટ પરિસ્થિતિઓના પાષાણખંડમાંથી પણ દેવી પ્રસન્નતાનું મોહક શિલ્પ કંડારી શકાય છે. જરૂરી છે કેટલાક ઓજારો, જે અહીં આપ્યા છે. આપણને સહુને ઘણા કામ લાગશે. અનેકની પ્રસન્નતામાં નિમિત્ત બનવા મળે અને તે દ્વારા મારી પ્રસન્નતાની પોલિસી પણ ઊતરી જાય તો આથી વિશેષ શું જોઈએ? પ્રસ્તુત લખાણમાં પરોક્ષ બળ પૂરું પાડનારા પૂજ્યોને કૃતજ્ઞભાવે યાદ કરું છું. સાથે પ્રત્યક્ષ બળ આપનારા મારા સદાના ઉત્સાહ સ્ત્રોત પૂ. આચાર્ય શ્રી મુક્તિવલ્લભસુરીશ્વરજી મહારાજ તથા લઘુબંધુ પંન્યાસ શ્રી હૃદયવલ્લભવિજયજી મ.આદિતમામ સહવર્તિઓનો ઋણી છું. દ: પંન્યાસ મેઘવલ્લભવિજય શિષ્ય પંન્યાસ ઉદયવલ્લભવિજયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 110