________________
* उभचरिताधिकारे सन्वेसिं जिणवराण सामण्णं । संबोधणाति वोत्तु वोच्छिति पत्तेयमसभस्स ॥ १९८॥१६३६॥
આમાં પ્રતિજ્ઞા કરવામાં આવી છે અને ગણાવ્યાં છે તેથી તેમાં નીચેની માતૃકા
અર્થાત્ બધા જિનવરોની સાધનાદિ સામાન્ય હકીકતા અહીં આપવાની પછીની ગાથાઓમાં તે સાધનાદિ સિદ્ધ થાય છે.
૧. સ`એધન
૨. પરિત્યાગ = દાન
૩. કેટલા સાથે દીક્ષા ૪. ઉપધિ
૫. કુલિંગ (અન્યલિંગ કે કુલિંગ
૬. ગ્રામાચાર
૭. પરીષહુ
૮. જીવની ઉપલબ્ધિ
૯. શ્રુતલાલ
૧૦. પ્રત્યાખ્યાન
૧૧. સયમ
મહાવીરચરિત મીમાંસા
૧૨. છદ્મસ્થકાલ
૧૩. તપસ્યા
૧૪. જ્ઞાન(કેવળજ્ઞાન)તે ઉત્પાદ ૧૫. (શિષ્યાદિતા) સંગ્રહ
૧૬. તીઅે
Jain Education International
૧૭. ગણ
૧૮. ગણધર
૧૯. ધર્માંપાયના દેશક
૨૦. પર્યાય (આયુ) ૨૧. અંતક્રિયા (નિર્વાણુ) ૨૨. નિર્વાણુપૂર્વાં તપ
આવશ્યકનિયુક્તિની આ માતૃકાઓમાંથી પ્રાયઃ એવી એક પણ નથી જેની સૂચના આચારાંગ અને કલ્પસૂત્રના તીથ કરચરિતામાંથી ફલિત ન થતી હોય. ભેદ એટલો છે કે આમાંની ઘણી માતૃકાએ એવી છે જેનું વર્ણન બધા તીકો માટે આવશ્યકનિયુ^ક્તિમાં જરૂરી મનાયું છે પણ આચારાંગ-કલ્પસૂત્રમાં બધા તીર્થંકરા વિષેની આ બધી હકીકતે આપવામાં આવી નથી. આથી કહેવુ પડે છે કે આચારાંગના મહાવીરચરિત અને કલ્પસૂત્રનાં મહાવીર, ઋષભ, અરિષ્ટનેમિ અને પાશ્વ ચરિતમાં અપાયેલ હકીકતાને આધારે જ આ માતૃકાઓનું નિર્મા થયુ` છે. એટલે કે આવશ્યકનિયુ`ક્તિના કાળ સુધીમાં એમ પર ંપરા સ્થિર થઈ હતી કે કોઈ પણ તીથંકરનુ ચરિત આપવું હોય તેા તેમાં આટલી હકીકતાના નિર્દેશ તો થવા જ જોઈ એ. આથી જે કલ્પસૂત્રમાં ખૂટતું હતુ. તેની પૂર્તિ કરી લેવાની સૂચના આવશ્યકનિયુક્તિમાંથી મળી જાય છે.
અહીં વિશેષા.તી સ્નાપતટીકાયુક્ત આવૃત્તિનો ઉપયોગ કર્યાં છે. આ. મલયગિરિની ટીકામાં આ પ્રકરણ ગા. ૨૩૦ થી શરૂ થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org