________________
મહાવીરચરિત મીમાંસા
પાછળ વિશાખનંદીએ ઉદ્યાનો કબજો લઈ લીધો. વિશ્વભૂતિને આ તૂતની ખબર ત્યારે પડી જ્યારે તેણે જોયું કે પ્રત્યંત રાજાની યુદ્ધની તે કઈ તૈિયારી જ ન હતી. તે પાછો વળી જ્યારે ઉદ્યાનમાં જવા જાય છે ત્યાં દ્વારપાળે રેજ્યો અને કહ્યું કે ઉદ્યાનમાં તે વિશાખનંદી રમણ કરી રહ્યો છે. આ સાંભળી તેને આ કપટનાટક જોઈને ભારે ક્રોધ ચડ્યો. તેણે કવિઠલતાને એક મુક્કો માર્યો, ત્યાં તો અનેક ફળ જમીન ઉપર રોળાઈ ગયાં. આ જોઈ તેણે કહ્યું કે જે પિતા વિષે મારા મનમાં ગૌરવ ન હોત તો આ જ પ્રમાણે ઉદ્યાનમાં રમણ કરનારનાં ડકાં ઉડાવી દેત કારણ મને તમે ઠગીને બહાર કાઢવ્યો છે. પણ પછી તેને વિચાર આવ્યો કે આવા ભોગથી સર્યું જેને કારણે બે ભાઈમાં પણ વૈર થાય અને આવું અપમાન સહન કરવું પડે. અને તેણે સંભૂતનામના સ્થવિર પાસે દીક્ષા સ્વીકારી સંસારને ત્યાગ કર્યો. આ સાંભળી રાજા અને યુવરાજ પોતાના અંત:પુરની રાણીઓ સાથે નીકળી પડ્યા અને ક્ષમા માગી પણ તેણે તે ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહિ અને તપસ્યામાં લીન થઈ વિચારવા લાગે.
બન્યું એમ કે વિશાખનંદી કુમાર તેની ફઈની પુત્રી સાથે પરણવા માટે મથુરા ગયા હતા. અને રાજમાર્ગમાં આવાસ કરી રહ્યો હતો. અને તે જ દિવસોમાં વિશ્વભૂતિ અણગાર પણ માસક્ષમણના પારણા નિમિત્તે ભિક્ષા માટે મથુરાના રાજમાર્ગમાં ફરી રહ્યા હતા. વિશાખનંદીના અનુચરોએ કહ્યું કે જુઓ આ અણગારને ઓળખે છે ? તેણે કહ્યું ના. ત્યારે અનુચરોએ ઓળખાણ પાડી કે એ વિશ્વભૂતિ છે. આ સાંભળી તેનું વેર જાગ્યું અને ક્રોધથી બળવા લાગે. એટલામાં તે તે અણગારને એક ગાયે પછાડી દીધે આ જોઈ વિશાખનંદી આદિ હસી પડ્યા. અને કહ્યું – ક્યાં ગયું તારું એ બળ જે તે કવિત્થલતા ઉપર દેખાડયું હતું અને કવિત્વનાં ફળને રોળી મૂક્યાં હતાં ? આ સાંભળી તેણે પાપી વિશાખનંદી સામે જોયું અને તેને ઓળખીને પોતાના બળનું પ્રદર્શન કરવા તે ગાયને શીંગડાથી પકડીને ઊંચે ઉછાળીને પટકી દીધી. અને દેખાડી આપ્યું કે ગમે એટલે દુર્બલ સિંહ હોય પણ શું શિયાળ તેનો મુકાબલે કરી શકે ? અને તેણે વિચાર્યું કે હજી પણ આ દુરાત્મા મારા પ્રત્યે રોષ ધરાવે છે તે હવે તો તેને પૂરો બદલે આપવો જ જોઈએ. આમ વિચારી તેણે નિદાન કર્યું કે જે મારાં તપ-નિયમ-બ્રહ્મચર્યનું કાંઈ ફળ હોય તો
૧. આ નામ કોઠાંનું ઝાડ. નાના વૃક્ષ માટે લતા શબ્દનો પ્રયોગ થાય છે જેમ કે
આમ્રતા એ લંગડા કેરીના ઝાડ માટે વપરાય છે. ૨. મહાવીરચરિયમાં પણ આમ જ છે. પૃ. ૪૦ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org