Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 92
________________ બાલક્રીડા આચારાંગમાં પાંચ ધાઈ માતાથી ઘેરાયેલ ભ. મહાવીરનું બાળપણ વ્યતીત થયાને નિર્દેશ છે. પરંતુ બાળક્રીડા વિષે કોઈ નિર્દેશ નથી. કલ્પમાં પણ કશું જ નથી. સર્વપ્રથમ તેના નિર્દેશ વિશેષાવશ્યકમાં આવે છે. જ્યાં આ નિષ્ના ‘ભીસણ’ (આ૰નિ૦૩૪૧ = વિશે॰૧૮૨૨) પની વ્યાખ્યા પ્રસંગે જણાવ્યું છે કે ભગવાન હજી આર્ટ વર્ષોંના થયા ન હતા તે પ્રસ ંગે શક્રે દેવસભામાં પ્રશંસા કરી કે આળક વધમાન બાળકમાં ન હોય તેવાં પરાક્રમા કરનાર મહાવીર છે. તેમને દેવે શું પણ ઇન્દ્રો પણ ક્ષેાભ પમાડી શકે તેમ નથી. ઇન્દ્રનાં આ વચન સાંભળીને એક દેવને તે બાબતમાં અશ્રદ્ધા થઈ એટલે તે બાળક વમાનને ડરાવવા માટે શ્રી વર્ધમાન જ્યાં બાળક્રીડા કરી રહ્યા હતા ત્યાં આવ્યો. તેણે પ્રથમ તો સપનું રૂપ ધારણ કયુ`' અને બાળકોની સાથે જ્યાં ભગવાન ઝાડ ઉપર ચડવાની રમત રમી રહ્યા હતા ત્યાં આવ્યા અને ઝાડના મૂળમાં ઉંચુ મેટ્ટુ કરી બેસી ગયા. અન્ય છેકરા તા જોઈ ડરી નાસવા લાગ્યા પરંતુ ખાલ વધ માને તે તેને હાથમાં પકડીને ફેંકી દીધા. અને રમતમાં નિયમ પ્રમાણે જે જીતે તેને અન્ય હારનાર બાળક પીઠ ઉપર બેસાડીને લઇ જાય-એમ હતુ. એટલે દેવે બાળક બનીને બાળક વમાનને પોતાની પીટ ઉપર બેસાડવો. અને પોતાનું વિકરાળ વિશાળ રૂપ બતાવ્યું. પરંતુ વિના યે બાળક વમાને તે તેને એવા મુક્કો માર્યા કે તે દેવ ભાંયભેગા જ થઈ ગયા અને બાળકની વીરતાની પ્રશંસા કરી દેવલાકમાં ચાલ્યા ગયા.૧ આચાય શીલાંકે બાળકોની ઉક્ત રમતનું નામ ‘આમલયખેડ” આપ્યુ છે -પૃ૦ ૨૭૧. અને આચાય હેમચન્દ્રે ‘આમન-શૈલા' કહી છે-ત્રિષષ્ટિ ૧૦.૨.૧૦૬. આ૨૦માં ‘સુંઢિ વડળ” છે-પૃ૦ ૨૪૬; પણ હરિભદ્રની ટીકામાં ‘લલેન્ડ્રુન’ છે-પૃ ૧૮૧; ઉત્તરપુરાણમાં ‘દુમક્રીડા' કહી છે ૭૪.ર૯૧ ૧. વિશે ગા૦ ૧૮૫૧-૧૮૫૪; આ૰નિરુભા॰હુ૦ ૭૨-૭૫; આવ્યૂ પૃ૦૨૪૬; ત્રિષષ્ટિ ૧૦.૨.૧૯૩-૧૧૮; ઉપન્ન પૃ॰ ૨૭૧ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146