Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 140
________________ ભગવાન મહાવીરને વિહાર ૧૩૧. સામાન્ય રીતે એમ કહી શકાય કે આવશ્યકનિયુક્તિ, વિશેષાવશ્યકભાષ્ય અને આવશ્યકચૂર્ણિ–એ ત્રણે ભગવાનના છાઘસ્થિક વિહારની બાબતમાં એકમત છે. જે ભેદ છે તે કયાંઈક પૂર્વાપર ભાવને અને ક્યાંઈ ચોમાસાની બાબતને છે. બીજુ ચોમાસું નાલંદામાં થયું અને રાજગૃહમાં ભિક્ષા અર્થે જતા આવતા હતા એવું મન્તવ્ય આવશ્યકચૂર્ણિન છે જ્યારે આવશ્યકનિયુક્તિ અને વિશેષા ૦માં રાજગૃહનો જ ઉલ્લેખ છે. ભગવતી સૂત્રમાં (૫૪૧) પણ નાલંદાનું સમર્થન છે અને રાજગૃહમાં ભિક્ષા અર્થે જતા હતા તે ઉલ્લેખ છે. અગિવારમું ચોમાસું ચૂણિ પ્રમાણે મિધિલામાં અને નિયુક્તિ અને વિશેષ પ્રમાણે વૈશાલીમાં થયું. આગળ-પાછળ આવતાં સ્થાનની દષ્ટિએ પ્રસ્તુતમાં મિધિલા કરતાં વૈશાલીના માસાને વધારે સંભવ જણાય છે. વળી ઉત્તરપુરાણ અને પ્રસ્તુત આવશ્યકનિયુક્તિ વગેરેની તુલના કરીએ તો જણાય છે કે ઉત્તરપુરાણના કર્તાને બિહાર પ્રદેશની વિશેષ માહિતી હોય તેમ જણાતું નથી. જ્યારે આવશ્યક નિયુક્તિ આદિમાં જણાવેલ સ્થળેએ ભ. મહાવીરને વિહાર થયે હોય કે ન થયો એ પ્રશ્ન બાજુએ રાખીએ તે એટલું તે જણાય છે કે આવશ્યકનિયુક્તિકારવગેરેને સંપર્ક બિહાર સાથે રહ્યો હોય કે ન હોય પણ તેમની પાસે બિહાર વિષેની પરંપરા તે સુરક્ષિત હતી. જ્યારે ઉત્તરપરાણ લખનારને એ પરંપરા સાથે સંબંધ તૂટી ગયું હોય તેમ જણાય છે. કલ્પસૂત્રમાં જે ચોમાસાની નોંધ છે. તેની સાથે પ્રસ્તુત સૂચીની તુલના કરીએ તે જણાય છે કે તેમાં જે પ્રણીતભૂમિ તરીકે ઉલ્લેખ છે તે જે લાઠવજભૂમિ વિષે માનીએ તે સંભવ બને. આવાશ્યકચૂર્ણિ પછી લખાયેલ ગુણચંદ્રના મહાવીર ચરિય (પ્ર૫ - ૭)માં. વિહારસ્થળોનાં નામે જે મળે છે તે આવશ્યકનિયુક્તિઆદિ જેવાં છે. ૧૧મું માસુ મિથિલામાં થયું તેમ આમાં માનવામાં આવ્યું છે તે વિશેષરૂપે ચૂણિને નહીં પણ નિયુકિતનું અનુસરણ સૂચવે છે. અને આચાર્ય હેમચદે પણ ત્રિષષ્ટિશલાકામાં આથી વિશેષ કાંઈ જણાવ્યું નથી. આવશ્યનિર્યુક્તિ-ચૂર્ણિની જે વિહાર સૂચી છે તે ઉપરથી ભ. મહાવીરનો છદ્મસ્થકાળમાં વિહાર હાલના બિહાર, બંગાળ, અને ઉતર પ્રદેશમાં થયે એમ કહી શકાય. ૧. ઘ0 પછીના કાળમાં મિથિલામાં ચોમાસુ થયું હશે એમ માની શકાય, કારણ કપમાં તેને ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146