Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 141
________________ - ગોશાલક પ્રસંગ ભ. મહાવીરના છત્મસ્થ કાળમાં આજીવક સંપ્રદાયના તીર્થકર ગોશાલક સાથેના સંપર્કની જે હકીકત ભગવતીસૂત્ર શતક ૧૫માં વર્ણવવામાં આવી છે, તે ઉપરથી વિદ્વાનોમાં એવી ધારણા થઈ છે કે ભગવતીગત એ વર્ણન માત્ર ગશાલકને હલકે દેખાડવા ઘડી કાઢવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે શું બન્યું હશે એ જાણું શકવું કઠણ છે પરંતુ કેટલીક બાબતે જે વિષે વિવાદ સંભવે નહિ તે તો તે વર્ણન ઉપરથી ફલિત કરી જ શકાય છે. (૧) શ્રાવસ્તીમાં જયારે ભગવાન મહાવીરે ગોશાલકના પૂર્વચરિતનું વર્ણન કર્યું છે ત્યારે ગોશાલકને દીક્ષા પર્યાય ૨૪ વર્ષને હતે. (સૂ) ૫૩૮) અને તે જિન–અરિહંત-ઇત્યાદિ નામે પ્રસિદ્ધ હતા. (૨) ભગવાન મહાવીર અને ગોશાલકને સંપક જ્યારે ભ. મહાવીર છદ્મસ્થા વસ્થામાં હતા ત્યારે છ વર્ષ સુધી (૫૪૦) રહ્યો હતે. ગોશાલક મહાવીરના શિષ્ય થયા કે નહિ અથવા મહાવીર ગોપાલકના શિષ્ય થયા કે નહિ–એ વિષય વિવાદા સ્પદ ગણીએ તો પણ આ છ વર્ષને સંપર્ક બંનેમાં હતું એ વાત નિશ્ચિત કરી શકાય છે અને બે મહાપુરુષોને સંપર્ક થાય ત્યારે એક પાસેથી બીજા ઘણું ઘણું શીખે એમ માનવામાં પણ કશી બાધા માની શકાય નહિ. (૩) શ્રાવસ્તીના પ્રસંગ પછી પણ ૧૬ વર્ષ ભ. મહાવીર જીવિત રહ્યા છે. પણ ગોશાલનું મરણ સાત રાત પછી થયું છે.-“અન્ન અનારું તોરસવાસારૂં નિને મુળી વિશિનિ તુગં ગં જોતરા અqના વ સળે......મન્તો અત્તરત્તસ... જા રક્ષણ’–સૂ. ૫૫૨ (૪) ભગવાન મહાવીરે શ્વેતાંબર જૈન પરંપરા પ્રમાણે દીક્ષા પછી ૧૩ માસ સુધી વસ્ત્ર રાખ્યું હતું. (આચા. ૯.૧.૪) અને પછી છોડયું હતું. પ્રથમ વર્ષાવાસ અયિગામમાં થયું અને બીજુ ચોમાસું રાજગૃહ બહાર નાલ દામાં કર્યું. ૧. ભગવતીમાં તે ગે શાલકે અંતેવાસી બનવા વારંવાર કહ્યાનું આવે છે સૂ. ૫૪૦ અને છેવટે ભ. મહાવીરે તેને શિષ્ય બનાવ્યાને ઉલ્લેખ છે. નોકરન્સ નંત્રિપુત્તર્ણ gયમ વદિ સુમિ –સૂ. ૫૪૦. ૨. દિગંબરમતે વસ્ત્ર રાખ્યું ન હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146