________________
નામકરણ-વર્ધમાન
बालो. अबालभावो अबालपरक्कमो महावीरो
1. દુ સંશોનું અહિં કરંëિ. વિ {૮૨. એટલે એક દેવે આ વાતમાં અશ્રદ્ધા ધારણ કરી અને ભગવાનને ડરાવવા (મીટ–ગા૧૮૫૩) જ્યાં ભગવાન રમી રહ્યા હતા ત્યાં આવ્યું. પણ ડરાવી શક્યો નહિ અને વદ્રિય વાર નિયો–વીરને નમસ્કાર કરી પાછો વળી ગયે
–ગા. ૧૮૫૪. અહીં આ૦ જિનભદ્રના વર્ણન પ્રમાણે અને માત્ર મહાવીર કહ્યા છે પરંતુ તે નામ આપ્યું નથી. અને પરીક્ષા કરતનાર દેવ પણ “વીરને નમસ્કાર માત્ર કરીને પાછો જાય છે–તેણે કઈ નામ આપ્યાને ઉલ્લેખ નથી. આ ધટના વિષે પરંપરામાં કાંઈક કથા ચાલતી હશે તેની નિયુક્તિકારે માત્ર ભીસણ” શબ્દથી ઉલ્લેખ કર્યો. આચાર્ય જિનભદ્ર તે ઘટનાના વર્ણનમાં દેવને દાખલ કર્યો અને ઉત્તરપુરાણમાં તે તે દેવ સંગમક અને વળી તેણે મહાવીરની નિર્ભયતા જોઈ “મહાવીર એવું નામ આપી દીધું આમ કથાતંતુ લંબાવાય છે. અને આ ચૂમાં તે વળી તે દેવની ભયંકરતાનું જે વર્ણન છે તે સૌને ટપી જાય તેવું છે. પણ ત્યાં જિનભદ્રને અનુસરીને દેવ પાછો વળી ગયે તેટલું જ જણાવ્યું છે. નામકરણને ઉલ્લેખ નથી–૫૦ ૨૪૬–૨૪૮.
ઉપગ્નમાં પણ ઘટના આ પ્રમાણે જ છે પણ નામકરણ નથી–૫૦ ૨૭૧-૨૭૨; હેમચંદ્ર પણ તેનું જ અનુકરણ કરે છે. ત્રિષષ્ટિ ૧૦.૨.૧૦૪૧૧૮; ગુણચન્દ્રમાં પણ તેમ જ છે, પૃ. ૧૨૫
ભગવાન વર્ધમાનનું “મહાવીર' નામ આગમોમાં પ્રાચીનકાળથી વપરાયું છે તેથી એ તે નક્કી જ છે કે તેમનું વર્ધમાન નામ હોવા છતાં તેઓ પોતાની ધીરતા અને વીરતાને કારણે “મહાવીર” નામથી જ વિશેષ પ્રસિદ્ધ થયા હતા– સૂત્રકૃતાંગમાં (૧.૧.૧.૨૭) તેમને “નાયપુર મહાવરે' કહ્યા છે. એટલે પછીના કાળે એ નામને ખુલાસો અનેક રીતે કરવામાં આવ્યો અને તેમના જીવનમાં અલૌકિક તતવ દાખલ થતાંની સાથે જે સ્વાભાવિક વાત હતી તેમાં પણ દેવ કે ઇન્દ્રને પ્રવેશ કરી દેવામાં આવ્યો છે. સન્મતિ” નામ
ઉત્તરપુરાણમાં વળી એક વધારાના નામની ઉપષત્તિ આપવામાં આવી છે. સંજ્ય અને વિજય નામના ચારમુનિઓને મનમાં કાંઈક શંકા હતી. તેવામાં ૨. વિશેષ ચર્ચા માટે જુઓ “શ્રી મહાવીરના પ્રાચીન વર્ણ કે એ પ્રકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org