Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 120
________________ છઘકાળ ઘટના : કઠોર સાધના ૧૧૧ ૭૦, ૧૦૮,૧૨૭. તત્વાર્થસૂત્રમાં પણ ઉત્તરાધ્યયનના આ મતનું સમર્થન છે– ૨.૧૩–૧૪. દશવૈકાલિકમાં તે પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રણઆ ઉલ્લેખ હાઈ પ્રથમ પાંચ સ્થાવર અને શેષ ત્રસ—એમ પૂછવનિકાયના ભેદો સિદ્ધ થાય છે—દશ૦૪ તત્વાર્થસૂત્રને દિગબર સંમત પાઠ પણ દશવૈકાલિકને અનુસરે છે.) ભગવાન મહાવીરે એ પણ જાણ્યું હતું કે-સ્થાવર ત્રસ થાય છે અને ત્રસ જેવો સ્થાવર થાય છે, એટલું જ નહિ પણ અજ્ઞાની છો પિતાના કર્મને વશ થઈ ને બધી એનિમાં જન્મ લે છે.-૧૪ (એ સમયે એવું પણ માનનારા લૌકિક દાર્શનિકો હતા કે જે સ્ત્રી છે તે સ્ત્રી જ રહે છે અને પુરુષ છે તે પુરષ જ રહે છે. મુનિ છે તે મુનિ જ રહે છે અને ઈશ્વર છે તે ઈશ્વર જ રહે છે (આ ચૂ). આ મત વિશેની ચર્ચા ગણું -ધરવાદમાં છે. પાંચમાં ગણધર સાથેની ચર્ચામાં આ મતને નિરાસ છે-ગણુધરવાદ ગા૦ ૧૭૭રથી-૮ (વિદ્યાસભા). જૈનમતમાં તે ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું છે કે પિતાના કર્મને કારણે જીવ નાના એનિમાં જન્મે છે-ઉત્તર ૩.૨ ૬; ભગવતી ૧.૮) ભગવાને આનું અન્વેષણ કર્યું છે કે અજ્ઞાની જીવ પોતાની ઉપધિકર્મને કારણે અથવા પરિગ્રહને કારણે દુઃખી થાય છે. સર્વ પ્રકારનાં કમને જાણીને પાપનો ભગવાને ત્યાગ કર્યો. ૧૫. (પાપ–સાવઘક્રિયા એ કર્મબંધનું કારણ છે. તેથી એ પાપને જ્યાં સુધી - ત્યાગ ન થાય ત્યાં સુધી કર્મબંધ થયા જ કરે છે. આથી કમથી છુટકારે મેળવવો હોય તો પાપથી વિરત થવું જરૂરી છે. આ માટે ભગવાને પોતે તે રાંધવાનું કે એવા હિંસા કાર્યો છેડ્યા જ હતાં. પણ તે કાળે બીજા શ્રમણો અન્ય પાસે રંધાવતા. આમાં પણ ભગવાનને હિંસાની ગંધ આવી. આથી તે પિતાને અર્થે હોઈ હિંસા કરે એ પણ પસંદ કરતા નહિ. (આ. ચૂ૦). અસાધારણ રીતે કહેવાયેલી એવી બે ક્રિયાઓ વિષે ભગવાને સમ્યફ રીતે વિચાર કર્યો હતો અને જ્ઞાની થયા હતા. વળી આદાનસ્ત્રોત અતિપાતસ્ત્રોત તથા યેગને પણ સંપૂર્ણ રીતે જાણીને સ્વયં હિંસા કરતા નહીં અને બીજા પાસે પણ કરાવત નહીં. વળી તેમણે એ પણ જોઈ લીધું હતું કે સ્ત્રીઓ તે બધાં જ કર્મોને લાવનારી છે તેથી તેમને પરિત્યાગ કર્યો હતો. ૧૬-૧૭. (અહીં બે ક્રિયાઓ કઈ તે વિષે ચૂર્ણિનું અનેક રીતે સ્પષ્ટીકરણ છે– (૧) ઈર્યા પથિક અને સાંપરાયિક, (૨) પુણ્ય અને પાપ, (૩) આલેકમાં ફળ દેનાર અને પરલેકમાં ફળ દેનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146