Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 127
________________ ૧૧૮ મહાવીરચરિત મીમાંસા મહિલા” તથા ઈત્યાદિ પૂર્વાધીને બદલે “અહિયારા માહિતે કૃતિ સંતા માવ મળn?' એવા પાઠાંતરની નોંધ ચૂર્ણિમાં છે. ‘મizarીને ચૂર્ણિમાં અર્થ છે-મૌન, અથવા “ઝવળી મgoળવણી ૨ મો', પુસ વારમાં ર” ભાષાના આ પ્રકારે સિવાયનું મૌન. સ્થાનાંગમાં (સ. ૨૯૭) પ્રતિમધારી શ્રમણ માટે ચાર પ્રકારની ભાષાને પ્રયોગ કરવાની છૂટ આપવામાં આવી છે તેમાં આ ત્રણેયનો સમાવેશ છે. ઉપરાંત પૃચ્છની પણ છે. જાણી-વાચની એટલે કે ગૃહસ્થ પાસેથી કઈ વસ્તુની યાચના -માગવું તે. અણુણવણી--અનુજ્ઞાપની એટલે કે બીજાની વસ્તુ વાપરવાની રજા માગવી તે. પુસ વાળા –એટલે પૂછે તેને જવાબ આપ અને “ પૃચ્છની એટલે કેઈ બાબતમાં કાંઈ પૂછવું તે– ભગવતીમાં પણ ભાષાના આવા પ્રકારો ગણુવ્યા છે-ભગવતી-૪૦૨ (ર૦૧૦ઉ.૩) ત્યાં રાત્રીમાં તેમને લેકે પૂછતા, વળી કોઈ વાર રાત્રે એકાંત ચાહના પણ તેમને પૂછતા પણ ઉત્તર નહીં મળતાં તેઓ ગુસ્સે થઈ જતા હતા પણ. આમાં પણ સમાધિ સમજીને ભગવાન તે અપ્રતિજ્ઞા થઈ વિચરતા. ૧૧ (આમાં અપ્રતિજ્ઞ એટલે તેઓ જે કાંઈ તપસ્યા કરતા તે માત્ર કઈ પ્રકારની કામના મનમાં રાખીને નહિ પણ આત્મહિતાર્થ કરતા. અથવા તે વેરને પ્રતિકાર કરવાની તેમની પ્રતિજ્ઞા હતી નહિ—એવો અર્થ પણ થઈ શકે.) ‘અહી અંદર કોણ છે?” (આવા પ્રશ્નના ઉત્તરમાં માત્ર એટલું જ કહેતા–“હું ભિક્ષુ છું.” કઈ ગુસ્સે થાય તો પણ મૌન રાખી ધ્યાન ધરવું—એ તેમને ઉત્તમ ધર્મ હતો. ૧૨. જયારે શિશિરના ઠંડા વાયુ વાતા હોય ત્યારે કેટલાક તો કાંપતા હોય છે અને તેવા હિમાળામાં કેટલાક અણગારે પણ જેમાં વાયુનો પ્રવેશ ન થઈ શકે તેવા વાયુવિનાના સ્થાનની તલાશ કરે છે. ૧૩ વળી તેઓ સંધાટી-કપડામાં પેસી જઈએ” એમ ઈચ્છા કરે છે, કે લાકડાં સળગાવી શીત દૂર કરવા ઇચ્છે છે અથવા બંધ મકાનમાં રહેવાથી આ શીત સહન કરી શકીશું, આ શીતસ્પર્શ તે અતિ દુઃખકર છે–એમ માને છે. ૧૪. પરંતુ તેમાં પણ ભગવાન તો એવી કોઈ ઇચ્છા કર્યા વિના ઉપરથી છાવરેલ પણ નીચેથી ખુલ્લામાં જ શીતને સહન કરવાનું સામર્થ્ય દેખાડે છે. વળી ઠંડ અસહ્ય બની જાય તે રાત્રે બહાર ડું નીકળીને સમભાવપૂર્વક શત સહન કરે છે. ૧૫', આ મુજબનું...(૧.૨૩ જેમ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146