Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 133
________________ ૧૨૪ મહાવીરચરિત મીમાંસા (૬) ભદિયામાં બે વર્ષાવાસ (૭) આલભિકામાં એક વર્ષાવાસ () સાવથીમાં એક વર્ષાવાસ (૯) પ્રણીતભૂમિમાં એક વર્ષાવાસ (૧૦) મધ્યમ પાવામાં એક છેલ્લે વર્ષાવાસ આ રીતે ૩૦ વર્ષની વયે દીક્ષા લીધા પછી ૪૨ વર્ષાવા–ચોમાસા તેમણે ઉક્ત સ્થાનોમાં કર્યા હતા. આ સિવાય વિહારજીવનની ઘટનાઓ કે વિહારનાં અન્ય સ્થાને વિષે કલ્પસૂત્રમાં માહિતી મળતી નથી. આચારાંગમાં તે આ વર્ષાવાસની સૂચી પણ આપવામાં આવી નથી. આથી આ માટે આપણી પાસે સાધન માત્ર આવ૦ નિયુક્તિ છે. જ્ઞાતૃખંડમાં દીક્ષા લીધા પછી સ્વજનોને પૂછીને વિહાર શરૂ કરી અને દિવસ પૂરો થવામાં એક મુદ શેપ હતું ત્યારે કમ્મરગામમાં પહોંચી ગયાવિરોધા. ૧૮૯૨)-આ હકીકત આ જિનભદ્દે જણાવી છે પરંતું ચઉપગ્નમાં તો કમ્મર ગામ પહોંચતા પહેલા બ્રાહ્મણ વસ્ત્રદાનને પ્રસંગ છે અને પછી જ ગામનુગ્રામ વિચરતા કમ્મરગામ પહોંચે છે તેવો ઉલ્લેખ છે–પૃ૦ ૨૬, ૨૭૪. વિશેષાવશ્યકભાળમાં બ્રાહ્મણને વસ્ત્રદાનનો ઉલ્લેખ નથી પરંતુ–આવશ્યકચૂર્ણિમાં જણાવ્યું છે કે જ્યારે કમ્મરગામ પહોંચ્યા ત્યારે બ્રાહ્મણે હાજર છે. અને તેમાં અન્ય એકમતનો ઉલ્લેખ છે કે દીક્ષા લીધી ત્યારે જ તે ઉપસ્થિત થયે–એટલે કમ્માગામ પહોંચ્યા પહેલાં આ પ્રસંગ બને. (આચૂ૦ પૃ. ૨૬૮). આ મતાંતર જે જણાવ્યું છે તે જ શીલાંકને માન્ય છે તે સ્પષ્ટ છે કારણ તેમણે સ્મારગામ પહોંચતાં પહેલાં બ્રાહ્મણનો પ્રસંગ વર્ણવ્યું છે. આચાર્ય હરિભદ્ર આવશ્યકનિયુક્તિની વ્યાખ્યામાં જણાવ્યું છે કે જયારે ભગવાને સામાયિકવ્રત ગ્રહણ કર્યું. તે કાળે કે ભગવાનને એક વસ્ત્ર આપ્યું એટલામાં એક બ્રાહ્મણ તેમની સમક્ષ હાજર થયો. ભ. મહાવીરે દીક્ષા પૂર્વ દાન દીધું ત્યારે તે ગામતરે ગયા હતા અને જ્યારે પાછો વળે ત્યારે તે ભ. મહાવીર દીક્ષા માટે નગર બહાર નીકળી ગયા હતા છતાં તેને તેની પત્નીએ ભગવાન પાસે ૧. ભગવતીસૂત્રમાં ગોશાલક શતકમાં શ્રાવસ્તીમાં ભગવાનના સમવસરણ થયાને ઉલ્લેખ છે. (૫૪૦) પણ તેમાં વર્ષાવાસને ઉલ્લેખ નથી. ૨. આ જ મંતવ્ય આચારાંગને પણ માન્ય છે. તે આપણે જોઈ ગયા છીએ. ક, આચાર્ય હેમચને કહ્યું છે કે આ ઇ દીધેલ વસ્ત્ર ભગવાને ખભા ઉપર (૦૧૦.૨.૧૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146