Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya
View full book text
________________
પૂર્વભ
આગામી ભવમાં અપરિમિત બળવાળો થાઉં. આમ નિયાણ કર્યું પણ તેની આલેચના કે પશ્ચાત્તાપ ન કર્યો અને તે મરીને મહાશકમાં દેવરૂપે ઉત્પન્ન થયે. અને ત્યાંથી આવી ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા.
આ કથામાં નિદાનના દુષ્પરિણામનું નિરૂપણ તો છે જ પણ વૈરને શમાવી દેવામાં ન આવે તો જન્મજન્માન્તરમાં પણ તેના કેવા પરિણામો આવે છે તેની ભૂમિકા પણ આ કથામાં કરવામાં આવી છે. આથી જ કહ્યું કે વિશ્વભૂતિએ નિદાન કવું પણ તે બાબતનો પસ્તાવો કર્યો નહિ તેથી હવે તેને તે બાબતનાં ફળ તો ભોગવવા પડશે જ એવી સૂચના આ કથામાંથી મળી રહે છે. અન્યથા જૈન દીક્ષા લીધા પછી સાધક ઉતરોત્તર ઉન્નતિને જ પામે. એ ઉન્નતિમાં પણ ભૌતિક ઉન્નતિનું મહત્ત્વ નથી જ. કારણ વિશ્વભૂતિ ત્રિપૃષ્ઠના ભમાં ભૌતિક ઉન્નતિની દષ્ટિએ તે તે પરાકાષ્ઠાને પામ્યા હતે. છતાં પણ તે નરકગામી થાય છે તેનું કારણ ભૌતિક ઉન્નતિ જ બની. માટે આંતરિક ઉન્નતિ એ જ ખરી ઉન્નતિ અને તે રાગદ્વેષના વિજયમાં જ છે, બાહ્ય પરાક્રમમાં નથી—એ આ કથાથી સ્પષ્ટ થાય છે,
આ કથા આવશ્યચૂણિને અનુસરીને ચઉપગ્નમાં પણ આપવામાં આવી છે. મૂળ કથાનકની ઘટનાઓમાં ખાસ ફેર નથી. વિગતમાં જરા-તરા ભેદ છે. વળી જરા વિસ્તારથી તે આપવામાં આવી છે. મધુરાને બદલે શંખપુર નામ આપવામાં આવ્યું છે. આવી નગણ્ય બાબતમાં અહીં તહીં ભેદ છતાં કથાનકનું માળખું બન્નેમાં એક જ છે (ઉ. ૫. ૯. .) પરંતુ જે રીતે પ્રસંગે ઉપસ્થિત કરવામાં આવ્યું છે તેની વિશેષતા જરૂર છે અને તે એ કે ત્રિકે સિંહને જ્યારે માર્યો ત્યારે સિંહનો જીવ જ ન હતા ત્યારે ત્રિપૃષ્ઠના સારથિએ ત્યારે તેને કહ્યું કે અરે સિંહ તને મારનાર સામાન્ય પુરુષ નથી ત્યારે જ તેનો જીવ ગયો. આ બાબતનું કુતૂહલ સારથીને હતું તેથી તેણે જ્યારે ગુણચંદ્ર મુનિને આ બાબતમાં પૂછયું ત્યારે ગુણચંદમુનિએ મરીચિના ભવથી માંડીને ત્રિપૃષ્ઠના ભવ સુધીની અને સિંહ અને ત્રિપૃહના પૂર્વ ભગત વેરની વાત કરી અને જણાવ્યું કે તે સિંહ કે નહિ પણ વિશ્વનંદીકુમારનો જીવ હતો અને સારથી ભ. મહાવીરનો ગણધર ગોતમ થશે એવી પણ ભવિષ્યવાણી કરી (ઉ. પૂ. ૯૬, ૯૯, ૧૦૦).
આવશ્યકચૂર્ણિમાં સિંહ વિશ્વનીકુમારને જીવ હતો એવી કોઈ સૂચના નથી, વળી ત્રિપૃષ્ઠ જ્યારે સિંહને મારે છે અને તેને જીવ નથી જતો ત્યારે તેને સમજાવનાર ત્રિપૃષ્ઠના સારથીને પરિચય આપતાં ચૂર્ણિકાર જણાવે છે કે- “
' > લોયાની માવ સાદ પ્રાણી (આ.યૂ. પૃ. ૨૩૪). આથી કહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146