________________
ભ. મહાવીરનું ફળ
પઉમચરિયના મતે પણ દવાકુવંશનું નામ “દને આધારે પડયું છે. (ફવા જ રૂવા-૬.૮૮), પરંતુ કેવી રીતે અથવા તે કયે પ્રસંગે તે પઉમચરિયમાં જણાવ્યું નથી.
આમ વાકુ કુળ વિષે પરંપરામાં જોઈએ તેવી સ્પષ્ટતા નથી. સંભવ એ છે કે વૈદિક પૌરાણિક પરંપરામાં જે ઉઠ્યાકુ વંશની પ્રસિદ્ધિ હતી તે પ્રસિદ્ધિને ઋષભ સાથે જોડવાને જૈન આચાર્યોએ પ્રયત્ન કર્યો છે અને તે વંશના મૂળમાં આદિતિર્થંકર ઋષભ હતા તેથી પરંપરા ઊભી કરવાને જ પ્રયત્ન છે.
તિલેયપત્તિ(ગા. ૫૫૦)માં તીર્થકરોના વંશો વિષેના ઉલ્લેખમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ધમ, અર અને કુયુ એ ત્રણે કુરુવંશમાં થયા, મહાવીર નાહવંશમાં અને પાશ્વ ઉગ્રવંશમાં થયા. મુનિસુવ્રત અને નેમિ યાદવવંશમાં અને શેષ તીર્થકરે ઈફ્તાકુકુલમાં થયા–આથી જણાય છે કે તિલેયપણિત્તિને મતે ભ. મહાવીરને વંશ દક્વિાકુ ગણાય નહિ. અને એ પણ ફલિત છે કે “બાહ્ય અને “વાકુ’ એ પૃથફ વંશ હતા. પરંતુ આચાર્ય ઉમાસ્વાતિ તો પિતાના તત્ત્વાર્થની. પ્રારંભિક કારિકાઓમાં જણાવે છે કે –
"यः शुभकर्मासेवनभावितभावो भवेध्वनेकेषु ।
जज्ञे ज्ञातेक्ष्वाकुषु सिद्धार्थनरेन्द्रकुलदीपः ।।११।। આથી જ્ઞાત-ઇફ્લામાં ભ.મહાવીર થયા તેમ તેમને અભિપ્રેત છે. આથી જ્ઞાત અને ઈત્ત્વાકુ એ પૃથક નથી એવો અભિપ્રાય ઉમાસ્વાતિ છે એમ માનવું પડે છે. વળી જ્ઞાતને અર્થ અહીં પ્રસિદ્ધ ઈવાકુ એમ પણ થઈ શકે. આ. ઉમાસ્વાતિ “જ્ઞાતૃ શબ્દનો પ્રયોગ નથી કરતા તે પણ ધ્યાનમાં લેવા જેવું છે.
વૈદિક પુરાણ પ્રસિદ્ધ ઈક્વાકુવંશ સાથે ભ. મહાવીરના જ્ઞાતૃકુલ કે વંશને જોડવાનો પ્રયત્ન એ મધ્યકાલમાં થયો છે. પણ એ યથાર્થ હોય કે ન પણ હોય. પરંતુ ભ.મહાવીરકાળમાં એ જ્ઞાતૃકુળને સંબંધ કેની સાથે હતા એ જાણવું જરૂરી છે. તે કાળે વૈશાલીમાં લિચ્છવી અથવા તે વજીનું ગણરાજ્ય હતું. અને સંભવતઃ તે નવ કુલનું હશે જેથી નવ જે છ એવો ઉલ્લેખ મળે છે. એ નવમાંનું એક જ્ઞાતૃકુળ હતું એવું અનુમાન શ્રી રાહુલ સાંકૃત્યાયનનું છે.
૧. નિરયાવલિયા, પૃ. ૧૮; ભગવતીસૂત્ર ૭.૯. ભગવતીસાર પૃ. ૨૫૪ ૨. પુરાતત્ત્વનિબંધાવલી પૃ. ૧૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org