________________
ગર્ભમાં પ્રતિજ્ઞા
વિશેષાવશ્યકમાં તે માત્ર એટલુ જ કહ્યું છે કે સાતમા માસમાં ગર્ભ -- સ્થિતિમાં જ ભ. મહાવીરે પ્રતિજ્ઞા કરી કે માતા-પિતાનાં વતાં હું શ્રમણ નહિ થાઉં` (ગા. ૧૮૩૮). પરંતુ આ પ્રસ`ગને કલ્પસૂત્રમાં આ પ્રકારે વર્ણવ્યા છે એક વાર ગર્ભમાં રહ્યા રહ્યા ભગવાન માતા ઉપર અનુક ંપા લાવીને નિશ્ચલ, નિશ્ચેષ્ટ થઈ ગયા. (તે એમ સમતે કે માતાને હલનચલનથી કષ્ટ થાય છે માટે હલ-નચલન ન કરવું) પર ંતુ આથી તે ત્રિશલાને પોતાના ગર્ભ ગલિત થઇ ગયા છે એવી શકા થઈ અને દુઃખી થઈ ગયાં અને શેકસાગરમાં ડૂબી ગયાં. જ્યારે ભ. મહાવીરે માતાના આ. મનેાગત ભાવને જાણ્યો ત્યારે પોતે એક દેશથી હલન--ચલન કર્યું. આથી માતા `માં આવી ગયાં અને હૈયે ધારણ થઇ કે મારા ગર્ભ ગલિત નથી થઈ ગયા. એટલે ભગવાન મહાવીરે પ્રતિજ્ઞા કરી કે માતા-પિતા જીવિત હશે ત્યાં સુધી ઘરબાર છેાડી અણુગાર બનીશ નહી.
આ ઘટના કે આવી કોઈ પ્રતિજ્ઞાના ઉલ્લેખ આવશ્યકનિયુક્તિમાં નથી. આચારાંગના ભાવના અધ્યયનગત મહાવીર ચરિત્રમાં કે ઉમરિયમાં પણ નથી. તેથી આ ઘટના પાછળથી ઉમેરાઈ છે એ નિશ્ચિત છે, કારણ આ પ્રસંગ દિગબર પરંપરામાં પણ ઉલ્લિખિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org