________________
ભ. મહાવીરના કલ્યાણકો
આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ભાવના અધ્યયનને પ્રારંભ અને કલ્પસૂત્રને પ્રારંભ શ્રમણ ભ. મહાવીરને ‘
વંધુરે જણાવીને કરવામાં આવ્યું છે. તાર્યા છે કે ભ, મહાવીરનું ગર્ભમાં આવવું આદિ પાંચ પ્રસંગે હસ્તોત્તર નક્ષત્રમાં થયા હતા. તે આ છે—(૧) ચ્યવીને ગર્ભમાં આવવું, (૨) ગર્ભાપહરણ, (૩) જન્મ, (૪) દીક્ષા અને (૫) કેવલ જ્ઞાન. ઉપરાંત સ્વાતિ નક્ષત્રમાં પરિનિર્વાણ થયું હતું એમ જણાવ્યું છે. (આચા - ૨. ૧૭૫; કલ્પ૦ ૧.)
હવે આ બાબતમાં પઉમરિય અને તિલેયપણુત્તિ તથા દિગંબર પુરાણો અને વેતામ્બર પુરાણોમાં શી હકીકત છે તે જોઈએ. તે પહેલાં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ગર્ભાપહારની ઘટના માત્ર વેતામ્બર ગ્રન્થમાં જ મળે છે અન્યત્ર દિગંબર ગ્રન્થામાં મળતી નથી. ભગવતી સૂત્રમાં જ્યાં ગર્ભાપહારની શક્યતાની ચર્ચા કરવામાં આવી છે (શ૦ ૫ ઉ. ૪) ત્યાં પણ ભગવાન મહાવીરના ગર્ભાપહરણની કઈ ચર્ચા નથી. વળી દેવાનંદાને સ્વયં ભગવાન મહાવીરે પોતાની માતા તરીકે ભગવતીમાં ઓળખાવ્યાં છે ત્યાં પણ ત્રિશલાનો કઈ ઉલ્લેખ નથી. (શતક ૫. ઉ૦ ૩૩) આ સૂચક છે. દિગમ્બર ગ્રન્થમાં તે એકસ્વરે પ્રિયંકારિણી અથવા ત્રિશલાને જ માતા તરીકે નિર્દેશ છે. દેવાનંદાનું નામ જ નથી. વળી સ્થાનાંગમાં જયાં આશ્ચર્યો ગણું વ્યાં છે ત્યાં ગર્ભાપહરણને પણ એક આશ્ચર્ય જ ગણાવ્યું છે. આ પણ સૂચક છે. આથી માનવું રહ્યું કે મહાપુરુષોના જીવનમાં વણી લેવામાં આવતી અલૌકિક ઘટનાઓમાંની આ પણ એક છે. અને તે ક્રમે કરી ભ. મહાવીરના લોકિક જીવનને જ્યારે અલૌકિક બનાવવા પ્રયત્ન થયો ત્યારે બ્રાહ્મણ અને શ્રમણના પરસ્પર વિરોધને આગળ કરી આ ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે. આવશ્યકનિયુક્તિમાં દેવાનંદાના ગર્ભમાં આવવાનો ઉલ્લેખ છે (ગા. ૩૩૯; વિ૦ ના ૧૮૨૦), પણ તેમાં નક્ષત્રને ઉલ્લેખ નથી, જ્યારે ઉપર જણાવ્યા પ્રમાણે આચારાંગ અને કલ્પસૂત્રમાં છે અને વિશેષાવશ્યક ભાષ્યમાં પણ છે. (ગા. ૧૮૩૨) અને પછીના ગ્રન્થમાં તે મળે છે તે સ્વાભાવિક ગણાય. વળી આ પ્રસંગે એ “કલ્યાણક’ એવા નામે ઉપરના કોઈપણ ગ્રન્થમાં નથી પરંતુ જિનસેનનું ૧. શ્રી મહાવીરકથા પૃ. ૮૮ ૨. સ્થાનાં--સમવાયાંગ પૃ૦ ૮૯૧, ૮૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org