Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 7
________________ નવિન વર્ષની શુભાષિશ નવિન વર્ષના પ્રારંભમાં હું મારા મિત્રે અને શુભેચ્છને હંમેશાં સુખ અને શાન્તિ અને આરોગ્ય અને વહેપાર વૃદ્ધિ યશકીર્તિ હંમેશના માટે દિન પ્રતિદિન વધે અને ફળે. ફુલે–ફાળો અને દુઃખી જનોનું કલ્યાણ કરે. એજ શુભ ભાવના. આભાર આ પુસ્તક છપાવવામાં મારા લાગવતા વળગતા મિત્રોએ તેમજ શેઠ બુધાભાઈ સાકરચંદ સુતરીઆ વિગેરેએ પ્રથમથી પુરત લઈ જેમને પ્રોત્સાહન આયુ છે તે માટે હું તેમને હાર્દિક આભાર માનું છું. મારી સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલીમાં જે જે ગૃહસ્થ વાર્ષિક મેમ્બરે થએલાં છે તે સર્વે મેમ્બરેને હું આભાર માનું છું અને હંમેશને માટે મારી પ્રખ્યાવલીના મેમ્બર બની મને પ્રોત્સાહન આપશે અને કાયમના મેમ્બર રહેશે એવી હું આશા રાખું છું. પુત્રી સરસ્વતિને ચરણે પુત્રી તારા સ્વર્ગવાસને વર્ષોના પ્રભાત થઈ ગયાં અને તારી બાલ્યવયની તારી સુવાસ મારા હૃદયમાં હંમેશને માટે ગુંજી રહી છે. તારા સ્મારક તરીકે સરસ્વતિ સાહિત્ય રત્ન ગ્રન્થાવલીની યોજનાનું સાહસ ઉપાડી વિશ્વની જનતાને સારું અને સંસ્કારી તેમજ ધાર્મિક વાંચન મળે એ અભિલાષાથી ઉપાડયું છે. આજે તે સાહસને બીજા વર્ષમાં પ્રવેશ થાય છે. અને તેનું પ્રથમ પુસ્તક મહામંત્રી શકાળ (સ્યુલીભદ્રના પિતા) એ નામનું પુસ્તક જગતના ચણેમાં વાંચન માટે બહાર પાડયું છે. અને તે પુસ્તક તને અર્પણ કરી હું મારી પિતા તરીકેની ફરજ અદા કરું છું. પુત્રી ! તું જ્યાં હોય ત્યાં તારા આત્માને પ્રભુ શાંતી અ! એજ અભ્યર્થના. લી તારે વિયોગી પિતા. ભેગીલાલ કવિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 298