Book Title: Love You Daughter Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 8
________________ લવ યુ ડોટર મારી વ્હાલી, જવા દે આ બધી વાત આ તો બધાં શબ્દો છે વામણાં લાગણીના શિખરો ઘણાં ઊંચા હોય છે. પેલી કવિતામાં કહ્યું છે ને ? કાગળના કટકામાં કેમ કરી ચીતરવી રુદિયામાં રણઝણતી વાત કાગળની તે શી વિસાત? આપણે એમ કરીએ, તારી નહીં, મારી વાત કરીએ. મારી = દીકરીના પિતાની. ગોરીસન કિલોરે બહુ મજાની વાત કરી છે – અપહરણ કરાયેલા ઊંચા દરજ્જાના આદમી જેવી દીકરીના પિતાની હાલત હોય છે. તે તેના પુત્રો પ્રત્યે રુક્ષ ચહેરો કરી શકે છે. તેમને મારી-ધમકાવી શકે છે. તેમને અવાજ કરીને ભગાડી શકે છે. પણ જ્યારે તેની દીકરી તેના ખભા પાછળથી ગળાને હાથ વીંટાળીને કહે, “પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે.' ત્યારે એ પિતાની હાલત ગરમ કઢાઈમાં મૂકેલા માખણ જેવી થઈ જાય છે.” જોજે હું બેટા, મારી મજબૂરીનો Misuse નહીં કરતી. મારી વ્હાલી, દુનિયા કહે છે – રાહ જુએ તે મા છે. વાત સાચી છે. પણ આની સાથેનું જ એક બીજું સત્ય છે – રાહ જોવડાવે તે દીકરી છે. Do you know – why ? Because daughter is a wonderous combinations of a mind, brain & heart. Yes my dear,Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 382