________________
લવ યુ ડોટર મારી વ્હાલી, જવા દે આ બધી વાત આ તો બધાં શબ્દો છે વામણાં લાગણીના શિખરો ઘણાં ઊંચા હોય છે. પેલી કવિતામાં કહ્યું છે ને ?
કાગળના કટકામાં કેમ કરી ચીતરવી
રુદિયામાં રણઝણતી વાત
કાગળની તે શી વિસાત? આપણે એમ કરીએ, તારી નહીં, મારી વાત કરીએ. મારી = દીકરીના પિતાની. ગોરીસન કિલોરે બહુ મજાની વાત કરી છે –
અપહરણ કરાયેલા ઊંચા દરજ્જાના આદમી જેવી દીકરીના પિતાની હાલત હોય છે. તે તેના પુત્રો પ્રત્યે રુક્ષ ચહેરો કરી શકે છે. તેમને મારી-ધમકાવી શકે છે. તેમને અવાજ કરીને ભગાડી શકે છે. પણ જ્યારે તેની દીકરી તેના ખભા પાછળથી ગળાને હાથ વીંટાળીને કહે, “પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે.' ત્યારે એ પિતાની હાલત ગરમ કઢાઈમાં મૂકેલા માખણ જેવી થઈ જાય છે.”
જોજે હું બેટા, મારી મજબૂરીનો Misuse નહીં કરતી. મારી વ્હાલી, દુનિયા કહે છે – રાહ જુએ તે મા છે. વાત સાચી છે. પણ આની સાથેનું જ એક બીજું સત્ય છે – રાહ જોવડાવે તે દીકરી છે. Do you know – why ? Because daughter is a wonderous combinations of a mind, brain & heart. Yes my dear,