________________
THE MOUNTAIN OF THE GIFTS
I accept -
દીકરી એટલે નામ માત્રથી મળી જાય શાતા, દીકરી એટલે બીજી માતા.
(દિલિપભાઈ રાવલ) કદાચ તને ખબર નહીં હોય, પણ દીકરીની આ દાસ્તાન માત્ર આજની નથી, સેંકડો-હજારો-લાખો વર્ષ જૂની છે. તુલસી-રામાયણના શબ્દો છે –
પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ દીકરી તો બંને કુળને પવિત્ર કરે છે.
પિયર-કુળને અને સાસર-કુળને. તુષારભાઈ શુક્લ યાદ આવે,
ઉંબર પરનું કોડિયું દીકરી, અંદર બહાર પ્રકાશ
દીપશિખા શી દીકરી રેલે, બંને ઘર અજવાસ લીલીછમ લાગણીએ લથબથ, ભીનું ભીનું જીવતર
જીવતરને મઘમઘતું કરતું, દીકરી નામે અત્તર હર્ષદભાઈ ચંદારાણાએ મારા હૈયાની વાત કહી દીધી છે –
શૈશવમાં સપનામાં જોયેલી પરી
સદેહે અવતરી થઈ દીકરી.
દીકરી કંટક વગરનો બાગ પંછીએ છેડેલો રાગ પાનખર વગરની વસંત સુગંધનો સાગર અનંત