Book Title: Love You Daughter Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 6
________________ લવ યુ ડોટર My dear... dearer... dearest daughter ! You don't know, તું મને કેટલી વ્હાલી છે ! દુનિયા કહે છે, દીકરી એટલે વહાલનો દરિયો. I have objection here. હાલનો દરિયો તો હું છું. જ્યારે તું મારી સામે આવે ત્યારે. ખેર, પણ એવો યશ મળે, એવું મારું નસીબ નથી. એના કરતાં તું તો કેટલી બધી નસીબદાર છે, જો તો ખરી, ગામે ગામે ને ગલીએ ગલીએ તારા યશના કેવા તોરણો બંધાયા છે !!! દીકરી એટલે વ્હાલનો દરિયો... દીકરી એટલો કાળજાનો કટકો દીકરી એટલે સમજણનું સરોવર... દીકરી એટલે ઘરનો ઉજાસ દીકરી એટલે ઘરનો આનંદ.. દીકરી એટલે ઘરની જાન દીકરી એટલે સ્નેહની પ્રતિમા... દીકરી એટલે સવાઈ દીકરો દીકરી એટલે તુલસી ક્યારો... દીકરી એટલે ઝાડનો છાયો દીકરી એટલે પ્રેમનું પારણું... દીકરી એટલે હેતનો હિંડોળો દીકરી એટલે પ્રજવલિત દીપમાળા.. દીકરી એટલે ઉછળતો ઉલ્લાસ દીકરી એટલે કોયલનો ટહુકાર... દીકરી એટલે આનંદની કિલકારી દીકરી એટલે વ્હાલપની વર્ષા... દીકરી એટલે શ્રદ્ધાનો સથવારો દીકરી એટલે વિશ્વાસનું વહાણ.. દીકરી એટલે સૃષ્ટિનો શણગાર દીકરી એટલે ધરતીનો ધબકાર... દીકરી એટલે અવનિનો અલંકાર દીકરી એટલે પૃથ્વીનું પાનેતર... દીકરી એટલે ઝાલરનો ઝંકાર દીકરી એટલે બાપનું હૈયું... દીકરી એટલે બાપના આંસુ. Wow my doll, તને તો giftsનો ડુંગર મળી ગયો, બરાબર ને ? My dear, Really I have no objection here.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 382