________________
૩૯
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળઃ ૨ | ગાથા : ૧૭-૧૮ કરે છે. જ્યાં ભગવાનનો અગ્નિદાહ કર્યો છે ત્યાં ભગવાન સાથે કાળધર્મ પામેલા ગણધરો અને મુનિઓના દેહનો પણ અગ્નિદાહ કરે છે. અગ્નિદાહ કર્યા પછી દેવો ત્રણ સ્તુપત્રમૈત્યસ્તંભ, રચે છે. એક જ્યાં તીર્થકરનો અગ્નિદાહ કર્યો છે ત્યાં, બીજો જ્યાં ગણધરોનો અગ્નિદાહ કર્યો છે ત્યાં અને ત્રીજો જ્યાં અન્ય સાધુઓનો અગ્નિદાહ કર્યો છે ત્યાં; એમ ત્રણ ચૈત્યસ્તંભ કરે છે જે ચૈત્યસ્તંભને ત્યારપછી લોકો પૂજે છે. આ પ્રકારે જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં કહેલ છે. તેથી એ ફલિત થાય કે જંબૂદીપ-પ્રજ્ઞપ્તિસૂત્રના વચનાનુસાર ભગવાનનો અજીવ દેહ અને ભગવાનના દેહની અજીવ દાઢાઓ અને ભગવાન નિર્વાણ પામ્યા તે સ્થાને રચાયેલા ત્રણ ચૈત્યસ્તંભો જેમ પૂજાય છે તેમ જિનપ્રતિમા પણ પૂજનીય છે તેમ માનવું જોઈએ.
અહીં કહ્યું કે ભક્તિથી, જીતથી અને ધર્મથી કેટલાક દાઢા લે છે અને બીજા જિનનાં અંગ લે છે તેથી એ ફલિત થાય કે જેઓને ભગવાન પ્રત્યે ભક્તિ છે તેઓ ભગવાન પ્રત્યેની ભક્તિથી ભગવાનનાં અંગોને ગ્રહણ કરે છે અને કેટલાક દેવો આ અમારો જીત છે=આચાર છે, એમ માનીને ભગવાનના દેહનાં અંગોને ગ્રહણ કરે છે. વળી કેટલાક દેવો આ ભગવાનના દેહનાં અંગોને ગ્રહણ કરવાં એ ધર્મ છે એમ માનીને જિનનાં અંગોને ગ્રહણ કરે છે. l૨/૧૭ના અવતરણિકા :
શ્રીભગવતીસૂત્ર નામના પાંચમા અંગની સાક્ષીથી દાઢાની જેમ જિનપ્રતિમા પૂજનીય છે તે બતાવતાં કહે છે – ગાથા :
શતક દશમે અંગ પાંચમે, ઉદેશ છટ્ટે ઈંદ; લાલ રે,
દાઢ તણી આશાતના, ટાલે તે વિનય અમંદ. લાલ રે. તુજ૦ ૧૮ ગાથાર્થ :
પાંચમા અંગના દશમા શતકમાં, છટ્ટા ઉદેશામાં કહેલ છે કે ઈન્દ્ર દાઢ તણી=ભગવાનની દાઢા તણી, આશાતના ટાળે છે તે અમંદ અત્યંત, વિનય છે. 1ર/૧૮II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org