________________
૧૩૦
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૨૪-૨૫
સૂત્રોના તે તે રીતે અર્થ કરે છે કે તેનાથી ત્યાં કુમતિ જોરથી પ્રવર્તે છે. પરંતુ ગ્રંથકારશ્રી તો કહે છે કે ‘હે ભગવંત ! હું તમારી આજ્ઞા મસ્તકે ધારણ કરું છું’ અને ભગવાનની આજ્ઞા શાસ્ત્રવચનને યથાર્થ જાણવાની, જાણીને સ્થિર કરવાની, અને શાસ્ત્રવચનથી પોતે જે યથાર્થ પદાર્થ જાણ્યો છે તેની શુદ્ધ પ્રરૂપણા કરીને શક્તિના પ્રકર્ષથી સેવવાની છે. ભગવાનની આવી આજ્ઞાને જ્યારે ગ્રંથકારશ્રીએ મસ્તક પર ધારણ કરી હોય ત્યારે અવિચારક રીતે સ્વમતનો પક્ષપાત કરીને પદાર્થને સ્થાપન કરવાનું કુમતિનું જોર શું હોય ? અર્થાત્ હોય નહીં.
હવે, ભગવાનની આજ્ઞા મસ્તકે ધારણ કરનારા જીવોમાં કુમતિનું જોર કેમ વર્તતું નથી ? તે દૃષ્ટાંતથી બતાવે છે. જ્યાં મો૨ કેકારવ કરતો હોય ત્યાં વિષધર એવા સર્પનું બળ=સર્પનું આગમન, પ્રસરણ પામતું નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે સર્પ હંમેશાં મોરથી દૂર ભાગે છે. તેથી જે સ્થાનમાં મોરના કેકારવ થતા હોય તે સ્થાનમાં સર્પ કયારેય આવતો નથી. તેમ જેના હૈયામાં સદા ભગવાનની આજ્ઞા પ્રવર્તતી હોય તેઓ ક્યારેય અવિચારક રીતે સ્વ સ્વ માન્યતામાં પક્ષપાત કરીને કુમતિમાં ઉદ્યમ કરતા નથી. પરંતુ સર્વજ્ઞએ કહેલા શાસ્ત્રબોધની મર્યાદાથી આગમને યથાર્થ જાણે છે. વળી, નવું નવું બીજું ભણવા પ્રયત્ન કરે છે અને આજ્ઞાથી નિર્ણીત થયેલા પદાર્થની શુદ્ધ પ્રરૂપણા કરે છે. માટે ભગવાનની આજ્ઞાને પરતંત્ર રહેનારા આત્મામાં કદી પણ કુમતિનું જોર પ્રવર્તતું નથી. II૬/૨૪॥
અવતરણિકા :
વળી ગ્રંથકારશ્રી કલ્યાણની પ્રાપ્તિનો માર્ગ શું છે તે સ્પષ્ટ કરવા કહે છે –
-
ગાથા =
પવિત્ર કરીજે રે જીહા તૂજ ગુણે, શિર ધરીએ તુજ આણ; દિલથી કદિએ રે પ્રભુ ન વિસારીએ, લહીએ સુજશ કલ્યાણ,
સમકિત ૨૫
ગાથાર્થ :
તમારા ગુણો વડે જિહ્માને પવિત્ર કરવી જોઈએ, તમારી આજ્ઞા શિરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org