________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન ટાળઃ ૬| ગાથા: ૧૭
૧૨૧
અવતરણિકા :
વળી પંચાંગીને પ્રમાણ સ્વીકારવા અર્થે અનુયોગદ્વારસૂત્રની સાક્ષી આપે છે –
ગાથા :
સૂત્ર નિજુરી રે બિહું ભેદે કહે, ત્રીજું અનુયોગદ્વાર; કૂડા કપટી રે જે માને નહી, તેહને કવણ આધાર?
સમકિતo ૧૭ ગાથાર્થ :
સૂત્ર અને નિર્યુક્તિના બેઉ ભેદ ત્રીજા અનુયોગદ્વારમાં કહેલ છે. કૂડાકપટી એવા જેઓ માને નહિ–અનુયોગદ્વારના વચનથી નિર્યુક્તિને માને નહિ, તેને કોણ આધાર છે ? અર્થાત્ તેને આ સંસારમાં કોઈ આધાર નથી. li૬/૧૭ના ભાવાર્થ
અનુયોગદ્વારસૂત્રમાં ત્રીજું અનુયોગદ્વાર છે તે ત્રીજા અનુયોગદ્વારમાં સૂત્ર અને નિર્યુક્તિ એમ બે ભેદે અનુયોગ કહ્યો છે અર્થાતું વ્યાખ્યાન કહ્યાં છે. આશય એ છે કે અનુયોગનાં ચાર દ્વારો છે (૧) ઉપક્રમઅનુયોગ (૨) નિક્ષેપઅનુયોગ (૩) અનુગમઅનુયોગ અને (૪) નયઅનુયોગ. એ ચાર દ્વારમાંથી ત્રીજું અનુગાનુયોગ નામનું દ્વાર છે અને તે દ્વારમાં કહ્યું છે કે અનુગમ બે પ્રકારના છે. (૧) સૂત્રઅનુગમ (૨) નિયુક્તિઅનુગમ. તેથી તે ફલિત થયું કે આગમના વ્યાખ્યાનને બતાવનાર અનુયોગકારસૂત્રમાં સૂત્ર અનુગમ અને નિર્યુક્તિ અનુગમ કહીને બે અનુગમ સ્વીકાર્યા છે અને જેઓ તેને માને નહીં તે અનુયોગદ્વારસૂત્રનો અપલાપ કરે છે. અને આ રીતે અપલાપ કરનાર કૂડકપટી સ્થાનકવાસીઓને કોણ આધાર થાય? અર્થાત્ આ સંસારમાં ભગવાનનું વચન જ તરવાનો આધાર છે અને જેઓ ભગવાનના વચનનો અપલાપ કરે છે તેઓમાં મિથ્યાત્વ હોવાથી સંસારથી તરવા માટે કોઈ આધાર નથી. I૬/૧૭ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org