Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 140
________________ ૧૨૭ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા: ૨૨-૨૩ ભાવાર્થ - જિનપ્રતિમાને પૂજનીય સ્થાપન કરવા માટે અત્યારસુધી ગ્રંથકારશ્રીએ જે યુક્તિઓ આપી તે શ્વેતાંબર મતના સ્થાપન માટે કે સ્થાનકવાસી મતના નિરાકરણ માટે આપી નથી પરંતુ ઉભયને માન્ય એવા સર્વજ્ઞના પ્રવચનની સાક્ષીથી આ અર્થ કહેલ છે. વળી, તે અર્થોનો જે વિગતવાર વિચાર કર્યો છે તે ભગવાનના આગમની ગ્રહણ કરાયેલ પરંપરા અનુસાર છે અને જેઓ આ પરંપરા અનુસાર અર્થ કરશે તે જીવો જગતમાં જયકારને પામશે અર્થાત્ સન્માર્ગ પ્રાપ્ત કરીને આત્મહિત સાધશે. આ જીવનું પારમાર્થિક હિત ભગવાનના વચનથી જ થાય છે, પરંતુ સ્વમતના આગ્રહથી થતું નથી. II૬/૨૨ અવતરણિકા - વળી ગ્રંથકારશ્રીએ આગમની મર્યાદાથી જ આ સર્વ સ્થાપન કર્યું છે તે દઢ કરવા અર્થે કહે છે – ગાથા - ગુણ તુજ સઘલા રે પ્રભુકોણ ગણી શકે ? આહાગુણલવ એક; ઈમ મેં ઘુણતાં રે સમકિત દઢ કર્યું, રાખી આગમટેક. સમકિત. ૨૩ ગાથાર્થ : હે ભગવાન! તમારા સઘળા ગુણ કોણ ગણી શકે? અર્થાત્ કોઈ છદ્મસ્થ ગણી શકે નહીં. તોપણ ભગવાનની આજ્ઞારૂપ ગુણનો લવ એક મારામાં છે તેથી મેં ધુણતાં=પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કર્યું તે પ્રમાણે પોતે સ્તવન કરતાં, સમકિતને દઢ કર્યું. કઈ રીતે સમકિતને દૃઢ કર્યું ? તે કહે છે -- આગમને ટેક રાખીને આગમનો પક્ષપાત રાખીને, સમકિતને દઢ કર્યું. ll૧/૨all ભાવાર્થવીતરાગના ગુણો ઘણા છે. ચૌદપૂર્વી ઘણું શ્રુત ભણેલા છે છતાં તે શ્રતના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152