________________
૧૦૬
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૨-૩
ગાથાર્થ :
ચાર જ્ઞાનના=શ્રુતજ્ઞાનને છોડી બાકીના ચાર જ્ઞાનના, ઉદ્દેશાદિક નથી=ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા અને અનુયોગ નથી, શ્રુતજ્ઞાનના તે છે શ્રુતજ્ઞાનના ઉદ્દેશ-સમુદ્દેશ, વગેરે છે. અનુયોગદ્વાર થકી લહીe અનુયોગદ્વારના વચનથી શ્રુત-જ્ઞાનના ઉદ્દેશાદિક ચારને જાણીને, યોગ પ્રત્યે સ્નેહ ધારણ કરવો જોઈએ=શ્રુતજ્ઞાનના ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, અનુયોગ ગ્રહણ કરવા માટે જે યોગ વહન કરવાનું કહ્યું છે તેના પ્રત્યે સ્નેહ ધારણ કરવો જોઈએ. II/II ભાવાર્થ -
શ્રુતજ્ઞાન ભણવા માટે શાસ્ત્રમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા અને અનુયોગ એમ ચાર ક્રમ બતાવ્યા છે. તેથી જે સાધુ જે જે શ્રુતના અધિકારી હોય તે સાધુ પોતાની યોગ્યતા અનુસાર યોગોદ્વહન કરીને ઉદ્દેશાદિક ચારના ક્રમથી શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આપી શકાતું નથી કે લઈ શકાતું નથી. માટે શ્રુતજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાનને ઉદ્દેશાદિ નથી. આ વાત અનુયોગદ્વારસૂત્રથી જાણીને ઉદ્દેશાદિ ક્રમથી શાસ્ત્ર ભણવા માટે અધિકારીએ યોગોદ્વહન પ્રત્યે સ્નેહ ધારણ કરવો જોઈએ; કેમ કે યોગને વહન કરીને ઉદ્દેશાદિ ક્રમથી શાસ્ત્ર ભણવાથી વિનયપૂર્વક શાસ્ત્ર ગ્રહણ થાય છે અને તે પ્રકારે જે મહાત્મા શાસ્ત્ર ગ્રહણ કરે છે તે જ સાચું સમ્યક્ત્વ ધારણ કરે છે. શા અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે યોગોદ્રહપૂર્વક ઉદ્દેશાદિ ક્રમથી મૃત ભણવું જોઈએ. હવે, તે ક્રમ વિના સીધા ગ્રંથો ભણવાથી શ્રુતની આશાતના થાય છે, તે બતાવવા કહે છે –
ગાથા :
ઉદ્દેશાદિક ક્રમ વિણ જે ભણે, આશાતે તેહ નાણ; નાણાવરણી રે બાંધે તેહથી, ભગવાઈ અંગ પ્રમાણ. સમકિત ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org