Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 126
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૯-૧૦ નવમા અધ્યયનનો પાઠ : " गिहे दीवमपासंता, पुरिसादाणिया नरा ते धीरा बंधणुमुक्का, नावकखंति जीवियं" ઘરમાં દીવાને નહીં જોતા=ગૃહસ્થાવસ્થામાં શ્રુતના સૂત્રરૂપ દીવાને નહીં જોતા પુરુષાદાનીય એવા તે ધીર નરો બંધનથી મુક્ત થયેલા=ગૃહના બંધનથી મુક્ત થયેલા જીવિતની આકાંક્ષા રાખતા નથી-અસંયમપૂર્વકના જીવિતની આકાંક્ષા રાખતા નથી. તેથી દીક્ષા ગ્રહણ કરીને શ્રુતરૂપ દીવાને પ્રાપ્ત કરે છે અને તેના બળથી આત્માને ભાવિત કરીને સંયમને ઉલ્લસિત કરે છે. ૧૧૩ વળી સૂયગડાંગસૂત્રના ચૌદમા અધ્યયનનો પાઠ આ પ્રમાણે છે. "गंथं विहाय इह सिक्खमाणो उट्ठाय सुबंभचरे वसिज्जा ओवायकारी विणयंत सिक्खे जे छे से विप्पमायं न कुज्जा" ગ્રંથને છોડીને–અંતરંગ, બહિરંગ પરિગ્રહરૂપ ગ્રંથને છોડીને, સંયમજીવનમાં શિક્ષા ગ્રહણ કરતા ઉત્થિત થઈને=સંયમમાં ઉત્થિત થઈને, સુબ્રહ્મચર્યમાં વસે, ઉપાયને કરનારા વિનયપૂર્વક શિક્ષાને ગ્રહણ કરતા જે છેય=નિપુણ, છે તે પ્રમાદને કરે નહિ–તે સાધુ પ્રમાદને કરે નહીં. ॥૬/૯ના અવતરણિકા : વળી ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં કહેલા વચનથી પણ શ્રાવકો આચારાંગસૂત્ર આદિ આગમ ભણેલા હોતા નથી તેમ બતાવીને સાધુ યોગોહનપૂર્વક આગમ ભણવાના અધિકારી છે તેમ બતાવતાં કહે છે . ગાથા: સપ્તમ અંગે રે અપઢિયા સંવરી, દાખ્યા શ્રાદ્ધ અનેક; નવિ આચારધરાદિક તે કહ્યા, મોટો એહ વિવેક. સમકિત૦ ૧૦ ગાથાર્થ ઃ ઉપાસકદશાંગસૂત્ર નામના સાતમા અંગમાં આગમસૂત્ર નહીં ભણેલા સંવરવાળા અનેક શ્રાદ્ધ બતાવ્યા છે. પરંતુ તે-તેઓને આચારધરાદિ= Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152