Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 122
________________ ૧૦૯ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૫-૬-૭ અને યોગ્ય શિષ્યોને ઉચિત વ્યાખ્યાન કરે તે સાધુ શાસ્ત્રથી ભાવિત મતિવાળા થવાને કારણે અને શાસ્ત્રવિધિ અનુસાર તે સૂત્ર ગ્રહણ કર્યું હોવાને કારણે ભાવિમાં કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે=સુમનુષ્યપણું, સુદેવપણું પ્રાપ્ત કરે છે. પરંતુ માત્ર યોગોદ્વહનની ક્રિયા કરે અને અન્ય કાંઈ કરે નહિ તેવા સાધુને તે પ્રમાણેની કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. II/પા. ગાથા : યોગ વહીને રે સાધુ કૃત ભણે, શ્રાવક તે ઉપધાન; તપઉપધાને રે કૃતપરિગ્રહ કહ્યા, નન્દીએ તેહ નિદાન. સમકિત ૬ ગાથાર્થ : યોગ વહન કરીને સાધુ કૃત ભણે અને શ્રાવક ઉપધાન કરીને તે મૃત ભણે, તપ ઉપધાન તપ અનુષ્ઠાનથી શ્રુતપરિગ્રહ=શ્રતની પૂર્વ ભૂમિકારૂપ અંગ, કહ્યું શ્રીનંદીસૂત્રમાં તે નિદાન તે કથન છે. ભાવાર્થ : નંદીસૂત્રના વચનથી યોગોદ્વહનની વિધિ સ્પષ્ટ કરતાં કહે છે. સાધુ શ્રુતના વિનયરૂપ યોગોદ્વહન કરીને શ્રુત ભણે અને શ્રાવક શ્રાવકાચારની પડાવશ્યકક્રિયાના વિનયરૂપ ઉપધાન કરીને શ્રુત ભણે. તે તપ-અનુષ્ઠાનને નંદીસૂત્રમાં શ્રુતના પરિગ્રહ રૂપ શ્રતના પૂર્વાગ રૂપ કહ્યા છે. તેથી યોગોદ્વહન કરીને જ શ્રુત ભણવું જોઈએ. ligકા ગાથા : ઇરિયાદિકનાં રે ષટ ઉપધાન છે, તેણે આવશ્યક શુદ્ધ; ગૃહી સામાયિક આદિ શ્રુત ભણે, દીક્ષા લેઈ અલુદ્ધ. સમકિત ૭ ગાથાર્થ : ઈરિયાવહીયા આદિનાં છ ઉપધાન છે. તેનાથી શ્રાવકનું આવશ્યક શુદ્ધ થાય છે અને ગૃહી તે ઉપધાન કરીને સામાયિક આદિ શ્રત ભણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152