________________
૧૦૯
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૫-૬-૭ અને યોગ્ય શિષ્યોને ઉચિત વ્યાખ્યાન કરે તે સાધુ શાસ્ત્રથી ભાવિત મતિવાળા થવાને કારણે અને શાસ્ત્રવિધિ અનુસાર તે સૂત્ર ગ્રહણ કર્યું હોવાને કારણે ભાવિમાં કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે=સુમનુષ્યપણું, સુદેવપણું પ્રાપ્ત કરે છે. પરંતુ માત્ર યોગોદ્વહનની ક્રિયા કરે અને અન્ય કાંઈ કરે નહિ તેવા સાધુને તે પ્રમાણેની કલ્યાણની પ્રાપ્તિ થાય નહિ. II/પા.
ગાથા :
યોગ વહીને રે સાધુ કૃત ભણે, શ્રાવક તે ઉપધાન; તપઉપધાને રે કૃતપરિગ્રહ કહ્યા, નન્દીએ તેહ નિદાન.
સમકિત ૬ ગાથાર્થ :
યોગ વહન કરીને સાધુ કૃત ભણે અને શ્રાવક ઉપધાન કરીને તે મૃત ભણે, તપ ઉપધાન તપ અનુષ્ઠાનથી શ્રુતપરિગ્રહ=શ્રતની પૂર્વ ભૂમિકારૂપ અંગ, કહ્યું શ્રીનંદીસૂત્રમાં તે નિદાન તે કથન છે. ભાવાર્થ :
નંદીસૂત્રના વચનથી યોગોદ્વહનની વિધિ સ્પષ્ટ કરતાં કહે છે. સાધુ શ્રુતના વિનયરૂપ યોગોદ્વહન કરીને શ્રુત ભણે અને શ્રાવક શ્રાવકાચારની પડાવશ્યકક્રિયાના વિનયરૂપ ઉપધાન કરીને શ્રુત ભણે. તે તપ-અનુષ્ઠાનને નંદીસૂત્રમાં શ્રુતના પરિગ્રહ રૂપ શ્રતના પૂર્વાગ રૂપ કહ્યા છે. તેથી યોગોદ્વહન કરીને જ શ્રુત ભણવું જોઈએ. ligકા ગાથા :
ઇરિયાદિકનાં રે ષટ ઉપધાન છે, તેણે આવશ્યક શુદ્ધ;
ગૃહી સામાયિક આદિ શ્રુત ભણે, દીક્ષા લેઈ અલુદ્ધ. સમકિત ૭ ગાથાર્થ :
ઈરિયાવહીયા આદિનાં છ ઉપધાન છે. તેનાથી શ્રાવકનું આવશ્યક શુદ્ધ થાય છે અને ગૃહી તે ઉપધાન કરીને સામાયિક આદિ શ્રત ભણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org