________________
૬૬
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૪ | ગાથા : ૧
(રાગ - ઝાંઝરીયા મુનિવર ! ધન ધન તુમ અવતાર – એ દેશી)
ગાથા :
કોઈ કહે જિન પૂજતાંજી જે ષકાય આરંભ; તે કિમ શ્રાવક આચરેજી? સમકિતમાં થિરથંભ;
સુખદાયક તોરી આણા મુજ સુપ્રમાણ. ટેક ૧ ગાથાર્થ :
કોઈ કહે=સ્થાનકવાસી કહે, જિનની પૂજા કરતાં જે પટકાયનો આરંભ છે, તે આરંભ સમકિતમાં સ્થિરતંભ એવા શ્રાવક કેમ આયરે ? અર્થાત્ ન આચરે. સુખદાયક તમારી આજ્ઞા મને સુપ્રમાણ છે. ll૪/૧II. ભાવાર્થ -
સ્થૂલદષ્ટિથી પદાર્થને જોનારા કેટલાક કહે છે કે ભગવાનની પૂજા કરતાં પાય જીવોનો આરંભ દેખાય છે અર્થાત્ પુષ્પાદિ અને જલાદિ જીવોનો જેમ આરંભ છે તેમ દીપકાદિ પૂજામાં અગ્નિકાયનો આરંભ છે અને અગ્નિકાયનો આરંભ હોય ત્યાં પકાયનો આરંભ હોય. વળી જિનાલય નિર્માણ કરતી વખતે ત્રસાદિ જીવોની પણ વિરાધના થાય છે માટે જિનપ્રતિમાની પૂજા કરવામાં પકાયનો આરંભ છે અને સમ્યકત્વમાં સ્થિર પરિણામવાળા એવા શ્રાવકો તો ષકાયના આરંભ વગરના સંયમજીવનના અત્યંત અર્થી હોય છે. તેથી ધર્મબુદ્ધિથી તો જે પ્રવૃત્તિમાં ષસ્કાયના આરંભનો પરિહાર થતો હોય તેવી જ પ્રવૃત્તિ શ્રાવક કરે માટે પકાયના આરંભવાળી પૂજાની પ્રવૃત્તિ શ્રાવક કેમ આચરે અર્થાત્ આચરે નહિ. આ પ્રકારનું કોઈકનું કથન બતાવીને ગ્રંથકારશ્રી કહે છે કે હે ભગવંત ! સુખદાયક એવી જે તમારી આજ્ઞા છે તે જ મને સુપ્રમાણ છે, અન્ય કોઈનાં વચન પ્રમાણ નથી. II૪/૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org