________________
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન / ઢાળ : ૪ | ગાથા : ૨૨
ગાથાર્થ ઃ
સાધુના વિહાર પરે=સાધુના વિહારની જેમ, અનુબંધથી જિનભક્તિમાં હિંસા નથી, એમ જે માને તેને સુયશને કરનાર એવી આગમની શક્તિ વાઘે=વધે. ।।૪/૨૨।।
ભાવાર્થ :
સાધુ નવકલ્પી વિહાર કરે છે અને યતનાપૂર્વક ગમનની ચેષ્ટા કરે છે, ત્યારે સાધુની વિહારની ક્રિયામાં વાઉકાયના જીવોની હિંસા થાય છે; કેમ કે વાઉકાયના જીવો સર્વત્ર વ્યાપક છે, આમ છતાં ભગવાનના વચનાનુસાર વિહાર કરનાર સાધુને સંયમના કંડકોની વૃદ્ધિ થતી હોવાથી વિહારની પ્રવૃત્તિમાં અનુબંધથી હિંસા નથી=ફળથી હિંસા નથી, પરંતુ ફળથી અહિંસા જ છે; કેમ કે તે પ્રવૃત્તિથી પુણ્યાનુબંધીપુણ્ય અને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. વળી, જેમ, સાધુના વિહારમાં અનુબંધથી હિંસા નથી તેમ જિનભક્તિમાં અનુબંધથી હિંસા નથી; કેમ કે ભગવાનની ભક્તિકાળમાં પ્રવર્ધમાન જિનગુણના રાગને કારણે પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે. આમ જેઓ માને છે તેઓને સુંદર યશને કરનાર એવી આગમની શક્તિ વધે છે અર્થાત્ આગમનો પારમાર્થિક બોધ થાય છે, જે પારમાર્થિક બોધ સર્વકલ્યાણનું કારણ છે. માટે ભગવાનની પૂજામાં થતી હિંસાને જોઈને પ્રતિમા પૂજનીય નથી તેમ જેઓ કહે છે તે અત્યંત અનુચિત છે. II૪/૨૨ા
**
Jain Education International
૯૧
For Personal & Private Use Only
www.jainelibrary.org