________________
४५
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૩ | ગાથા : ૩-૪
ગાથાર્થ :ચેત્ય શબ્દનો અર્થ તે પ્રતિમા છે, કોઈ બીજો નથી. ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા કેમ છે ? તે સ્પષ્ટ કરે છે –
જેહ દેખી જેને જોઈને જિનપ્રતિમાને જોઈને, ગુણ ચેતિયે જિનના ગુણો ચિત્તમાં સ્મરણ થાય, તે જ ચૈત્ય પતીજો-ચૈત્ય પ્રતીત થાય છે. Il3/3II ભાવાર્થ :
સ્થાનકવાસી “ચૈત્ય” શબ્દનો અર્થ જિનપ્રતિમા નથી તેમ કહીને સંબડ શ્રાવકના ચૈત્યના નમનના વચનથી જિનપ્રતિમા પૂજ્ય સિદ્ધ થતી નથી તેમ કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ચૈત્ય શબ્દનો અર્થ પ્રતિમા છે, બીજો નથી; કેમ કે ચૈત્ય શબ્દની વ્યુત્પત્તિ અનુસાર “જેમને જોઈને જેમના ગુણો ચિત્તમાં સ્મરણ થાય તે ચૈત્ય છે” એ પ્રકારની ચેત્ય શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી વીતરાગની પ્રતિમાને જોઈને વીતરાગના ગુણોનું સ્મરણ થતું હોવાથી વીતરાગની પ્રતિમા ચૈત્ય શબ્દથી પ્રતીત થાય છે માટે જિનપ્રતિમાને પૂજ્ય સ્વીકારવી જોઈએ. Il3/3II
ગાથા :
ઈમ જ આલાવે આણંદને, જિનપ્રતિમા નતિ દીસે રે; સપ્તમ અંગના અર્થથી, તે નમતાં મન હસે રે. શાસન ૪
ગાથાર્થ :
ઈમ જ જેમ અંબઇ શ્રાવકનાં ચૈત્યનમનનાં વચનો છે એમ જ, આનંદના આલાવામાં આનંદ શ્રાવકના જીવનને કહેનારા આલાવામાં, જિનપ્રતિમાની નતિ દીસે છેઆનંદશ્રાવક જિનપ્રતિમાને નમ્યા છે તેવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાતમા અંગના અર્થથી=સાતમા ઉપાસકદશાસૂત્ર અંગમાં કહેલા આનંદશ્રાવકના આલાવાના અર્થથી, તે નમતાં જિનપ્રતિમાને નમસ્કાર કરતાં, મન હીંસે મનમાં હર્ષ થાય છે. Il3/૪TI.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org